![અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/197379-672628238174651111247824778-843455872511-049345212610008-244100959.jpg)
અમરેલીમાં નાની બાળકી બોરવેલમાં પડવાની ઘટના, રોબોટની મદદથી બચાવ કામગીરી કરાઇ શરૂ, જુઓ વીડિયો
- GujaratOthers
- June 14, 2024
- No Comment
- 14
અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષીય બાળકી બોરવેલમાં પડી. અંદાજે સાડા 12 વાગ્યે રમતા-રમતા બાળકી પડી ગઇ છે. 45થી 50 ફૂટ ઉંડે ફસાઇ બાળકી આરોગ્ય, ફાયર, પોલીસ દ્વારા બચાવ કાર્ય શરુ કર્યું છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું. ફાયરની ટીમે બોરવેલમાં કેમેરા ગોઠવ્યા છે.
પ્રાંત અધિકારી, MLA, સાંસદ પણ સ્થળે પહોંચ્યા છે. NDRFની ટીમ પણ બોલાવાઇ છે. રોબોટની મદદથી બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોબોટને બોરવેલમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જીવન-મરણ વચ્ચે આરોહી ઝોલા ખાઇ રહી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
જોકે આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે.
- ખુલ્લા બોરવેલ ક્યા સુધી ભૂલકાઓનો ભોગ લેશે ?
- બોરવેલ કેમ ખુલ્લા મૂકવામાં આવે છે ?
- અનેક દુર્ઘટના બાદ પણ કેમ નથી જાગતું તંત્ર ?
- અગાઉની ઘટનાથી કેમ નથી લેવાતો બોધપાઠ ?
- બાળકીના આ હાલત માટે જવાબદાર કોણ ?
- બોરવેલ માલિક સામે થશે કોઇ કાર્યવાહી ?
- નાના બાળકોનું ધ્યાન રાખવામાં બેદરકારી કેમ?
તંત્ર હવે આ બાળકી જીવતી બહાર આવે તેવી આશા લગાવીને બેઠું છે પરંતુ ખુલ્લા બોરવેલને કારણે થતાં આવા અકસ્માત ક્યારે અટકશે તે મુખ્ય પ્રશ્ન છે.
(ઈનપુટ ક્રેડિટ – જયદેવ કાઠી, અમરેલી)