અમરેલીના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ- Video

અમરેલીના વાતાવરણમાં પલટો, સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં સતત ત્રીજા દિવસે વરસાદ- Video

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. બપોર બાદ વાતાવરણ વાદળછાયુ બન્યુ અને વરસાદ વરસ્યો હતો. જીરા, બોરાળા, ખડકલા અને ભુવા ગામે વરસાદ થતા ખેડૂતોમાં ખુશખુશાલ થયા છે. ખારાપાટ વિસ્તારના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે સાવરકુંડલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે વાદળો ગોરંભાયા હતા અને પવન અને ધૂળની ડમરી સાથે વરસાદની શરૂઆત થઈ હતી. વરસાદ થવાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ તરફ બાબરામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ચરખા, ચમારડી, વલારડી અને દરેડ સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયુ છે. ગળકોટડી, ખાખરિયા, ગમા પિપળિયા, સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે.

 

આ પણ વાંચો: ગીર સોમનાથમાં ત્રીવેણી સંગમ ખાતે ગંગા દશેરા નિમીત્તે ગંગા અવતરણ પૂજા – મહાઆરતીનું આયોજન- જુઓ તસવીરો

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *