અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા વિકસાવેલ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલ તેમજ સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ માટેનું પુસ્તક “સાયબર સાથી” લોન્ચ કરાયું 

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા વિકસાવેલ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલ તેમજ સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ માટેનું પુસ્તક “સાયબર સાથી” લોન્ચ કરાયું 

અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા વિકસાવેલ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલ તેમજ સાયબર ક્રાઇમ બાબતે જાગૃતિ માટેનું પુસ્તક “સાયબર સાથી” લોન્ચ કરાયું 

સાયબર ક્રાઇમના ભોગબનનાર દ્વારા ફોન કરવાથી તેમની સાથે થયેલ છેતરપીંડીના નાણા જે જે બેંક ખાતામાં ગયેલ હોય તે ખાતાઓ ટ્રેસ કરી ફ્રોડની રકમ ફ્રીઝ કરવામાં આવતી હોય છે. જે ભોગબનનારની ફ્રીઝ થયેલ રકમ પરત ભોગબનનારને ઝડપથી પરત મળી રહે અને અમદાવાદ શહેરમા ભોગબનનારના ફ્રીઝ થયેલ નાણા ની રીફંડની પ્રોસેસ ઝડપી થાય તે સારુ અમદાવાદ શહેર પોલીસ-સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા “તેરા તુઝકો અર્પણ” નામનું પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે.

“તેરા તુઝકો અર્પણ” પોર્ટલ શું છે ?

“તેરા તુઝકો અર્પણ” પોર્ટલ નાગરીકો માટે ઘરે બેઠા-બેઠા ફ્રીઝ થયેલ નાણા પરત મેળવવાની પ્રક્રિયા સરળ અને સુલભતાથી મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલ છે.

નાગરિક સુવિધા

આ પોર્ટલના માધ્યમથી નાગરિકો રિફંડ માટેની અરજી કરી શકશે અને તેમની અરજીનું REAL TIME UPDATE મેળવી શકશે. પોલીસ, બેન્ક અથવા કોર્ટમાં કયા તબક્કે છે તે પણ જોઇ શકશે.

પોલીસ કાર્યવાહી

  • રીફંડની કામગીરી ખુબ લાંબી હોવાથી કામગીરીમાં ખુબ જ વિલંબ થતુ, જેના કારણી pendency વધતી.
  • આ પોર્ટલ દ્વારા નાગરિકો ફ્રીઝ થયેલ રકમ પરત મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે, જેના આધારે પોલીસ તુરત કાર્યવાહી શરૂ કરશે.
  • રીફંડ પ્રક્રિયામાં માટે જરૂરી 7 પ્રકારના લેટર auto generate થશે, જેનાથી accuracy વધશે pendency ઘટશે process ઝડપી બનશે.
  • આ પોર્ટલથી ૨ થી ૩ કલાકની કામગીરી હવે ફક્ત ફકત 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઇ શકશે.

સુપરવિઝન ડેશબોર્ડ

  • આ પોર્ટલમાં સુપરવિઝન ડેશબોર્ડ તૈયાર કરવામાં આવેલ છે.
  • જેમાં ઉપરી અધિકારીઓ પોલીસ સ્ટેશન તબક્કે pending અરજીઓની સ્થિતિ અને કોર્ટ/ બેન્કમાં સબમિટ થયેલી અરજીઓનું status જોઇ શકશે.
  • આથી ઘટાદવા અને નાગરિકોની અસુવિધા ઘટાવવા માટે પગલા લઇ શક્શે
  • ભવિષ્યમાં વધુ પ્રજાલક્ષી મોડ્યુલ્સ આ પોર્ટલમાં ઉમેરવાનું આયોજન છે.
  • જે પોર્ટલનુ ભારત દેશના યશસ્વિ ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવેલ છે.

“સાયબર સાથી”

  • ​​સાયબર ક્રાઇમ બ્રાન્ચ-અમદાવાદ શહેર પોલીસ અને ધી અમદાવાદ ડીસ્ટ્રિક્ટ કો.ઓ.બેંક લિ. બેંકના સંયુક્ત પ્રયોજન થી સાયબર સલામતીની જાગૃતી લાવવા માટે “સાયબર સાથી” નામની પુસ્તીકા તૈયાર કરવામાં આવેલ છે.
  • આ પુસ્તિકામાં હાલના સમયમાં બની રહેલ સાયબર ફ્રોડના ગુનાઓના પ્રકાર તેમજ તેનાથી બચવાની ટીપ્સ આપેલ છે.
  • તે સિવાય પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટની સેફટી કઇ રીતે રાખવી તે બાબતેની તેમજ Citizen Portal, UPI Complaint portal, TAF-COP portal ની વિગતો તેમજ અન્ય સેફ્ટી ટીપ્સ આપતુ Digital Hygiene નામનું પ્રકરણ પણ ઉમેરવામાં આવેલ છે.
  •  આ બુકના માધ્યમથી નાગરિકોમાં સાયબર ફ્રોડ અંગે જાગૃતતા આવે અને નાગરિકો સાયબર ફ્રોડના ભોગ બનતા અટકે તે પ્રકારનું સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર પોલીસનું અભિગમ છે.

આ પુસ્તીકાનુ અનાવરણ ભારત દેશના ગૃહ મંત્રી અમિત શાહના વરદ હસ્તે કરવામાં આવેલ છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *