અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું અપહરણ

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું અપહરણ

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે આપ્યા બાદ ઉઘરાણી માટે કર્યું અપહરણ

અમદાવાદના વસ્ત્રાપુરમાં યુવકનું અપહરણ કરનાર વ્યાજખોરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. યુવકે બાઇકના હપ્તા ભરવા માટે વ્યાજખોર પાસેથી 35 હજાર રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા, જેની સામે તેને મુડી અને વ્યાજ પેટે પૈસા ચૂકવી દીધા હતા, તેમ છતાંય વ્યાજખોરે વધુ 40 હજાર માંગીને યુવકનું અપહરણ કર્યુ હતું.

ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાહુલ દેસાઈની અપહરણ કેસમા ધરપકડ કરાઈ છે. આરોપી રાહુલ દેસાઈએ વસ્ત્રાપુર ગામમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રવિભાઈ માલીને અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

રવીએ વ્યાજ અને મુડી પેટે 1.30 લાખ ચુકવ્યા

ઘટના કઈક એવી છે કે ફરિયાદી યુવક રવી છ માસ પહેલા બાઇકની લોન ભરવાની હોવાથી તેના મિત્ર થકી રાહુલ દેસાઇ સાથે મુલાકાત કરી હતી. આરોપી રાહુલે 10 ટકા વ્યાજે 35 હજાર આપ્યા હતા. જેની સામે રવીએ વ્યાજ અને મુડી પેટે 1.30 લાખ ચુકવ્યા હતા. છતાંય રાહુલ વ્યાજના 40 હજાર બાકી હોવાનું કહીને ઉઘરાણી કરતો હતો.

રવીના પિતાની પાસે 40 હજાર માગ્યા

રાત્રી દરમ્યાન રાહુલે રવીને વસ્ત્રાપુર ગામ પાસે મળવા બોલાવ્યા હતા. વ્યક્તિ સ્થળ પર પહોંચ્યો ત્યારે રાહુલે તેમને ગાડીમાં બેસાડીને તેમના પિતાને ફોન કર્યો હતો. રવીના પિતાની પાસે 40 હજાર માંગીને તમારો દીકરો મારી પાસે છે તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.
આરોપી રાહુલે અપહરણ કરીને થલતેજ, જીએમડીસી વિસ્તારમાં ફેરવીને વસ્ત્રાપુર સરદાર સેન્ટર પાસે રવીભાઇને લઇ જવાયો હતો.

વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો

બીજી તરફ રવીએ પોલીસને જાણ કરતા રાહુલે રવીભાઇ પાસે ઓનલાઇન બે હજાર અને ફોન લઇને કારમાંથી ઉતારી દીધો હતો અને કહ્યું કે ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને રાહુલ રવાના થઇ જતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જે મામલે ક્રાઇમબ્રાંચે તપાસ કરીને બાતમી આધારે આરોપી રાહુલ દેસાઇની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી રાહુલની ધરપકડ બાદ પૂછપરછ કરતા તેની સામે મહેસાણા અને ગાંધીનગરમાં લૂંટ, મારમારી સહિતનાં ગંભીર પ્રકારના કુલ 9 ગુના નોંધાયા છે સાથે જ ચાંદખેડામાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો જેમાં તે વોન્ટેડ હતો. આરોપી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે જેથી પોલીસે આરોપી રાહુલનાં રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *