અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 26 જુન 2023 ના રોજ અપહરણની એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ મુજબ દસ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો.

અપહરણના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અપહરણ થનાર બાળકીના પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ પણ દાખલ કરાવી હતી.

અંક્લેશ્વરથી ભેદ ઉકેલાયો

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 થી 9 મહિનાની મહેનત બાદ આખરે અપહરણ કરાયેલી બાળકી તેમજ તેની સાથે રહેલા યુવકની પકડી પાડ્યા હતા. પોલીસે હાલ અંકલેશ્વર થી બાળકીની સાથે રહેલા અંકુર શર્મા નામનો યુવકની ધરપકડ કરી છે.

પોલીસે બાળકી અને તેની સાથે રહેલા અંકુર શર્માની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાળકી જ્યાં રહેતી હતી તેની સામેની બાર્બર શોપ માં અંકુર કામ કરતો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી બંને એક વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી નીકળ્યા બાદ તેઓ અલગ અલગ જગ્યા ઉપર રહ્યા હતા અને આખરે અંકલેશ્વર જીઆઇડીસીમાં બંને એક કંપનીમાં નોકરી કરતા હતા, જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યા છે.

રાજ્ય બહાર પણ શોધખોળ કરાઈ હતી

પોલીસ દ્વારા અપહરણ થયેલી બાળકીને શોધવા અલગ અલગ ટીમો બનાવી હતી, જે ગુજરાત ના તમામ શહેરો અને જિલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના આબુરોડ, ફાલના, જોધપુર તેમજ મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, પુના તેમજ દિલ્હી અને અલગ અલગ રેડ લાઈટ એરિયામાં પણ પોલીસે આ બાળકીની શોધ કોણે હાથ ધરી હતી.

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકી સાથે રહેતા અંકુર શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખરેખર બંને વચ્ચે પ્રેમ હોવાને કારણે જ બંને ઘરેથી ભાગી ગયા હતા કે અંકુર શર્મા દ્વારા કોઈ અન્ય કારણોસર બાળકીને લઈ જવામાં આવી હતી, એક વર્ષ દરમિયાન અંકુર દ્વારા આ બાળકીને ક્યા ક્યા સ્થળો પર લઈ ગયો હતો તેની પણ પોલીસ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત બાળકીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:  T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *