અમદાવાદની અરિહંત એસ્ટેટમાં થયો બોઈલર બ્લાસ્ટ, વિસ્ફોટ એવો થયો કે બે લોકોના શરીરના ઉડી ગયા ફુરચેફુરચા- Video

અમદાવાદની અરિહંત એસ્ટેટમાં થયો બોઈલર બ્લાસ્ટ, વિસ્ફોટ એવો થયો કે બે લોકોના શરીરના ઉડી ગયા ફુરચેફુરચા- Video

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અરિહંત એસ્ટેટમાં બોઈલર ફાટતા ભયાનક પ્લાસ્ટર થયો. જેમા બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બ્લાસ્ટ એટલો ભયાનક હતો સમગ્ર એસ્ટેટનું કોંક્રીટનું બાંધકામ તૂટી ગયુ છે, તેમજ આસપાસના યુનિટને પણ અસર પહોંચી છે. અરિહંત એસ્ટેટના ગોડાઉનમાં આ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થતા જ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

પાવર કોટિંગ કરતી ફેક્ટરીમાં બ્લાસ્ટ

બંસી પાઉડર કોટિંગ નામની ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીમાં વિવિધ સાધનોને કલર અને પાઉડર કોટિંગ કરવામાં આવતુ હતુ. જેમા કોમ્પ્રેસર કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેવાતા હતા.

આસપાસના 5 શેડને પણ નુકસાન

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કમ્પ્રેસરમાં LPG સિલિન્ડરમાં પ્રેશર થતા લિકેજ કે સ્પાર્કના કારણે આ બ્લાસ્ટ થયો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. FSLની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. ઘટનાસ્થળેથી પાંચ કોમર્શિયલ LPG સિલિન્ડર પણ મળી આવ્યા છે. આ બ્લાસ્ટના કારણે 5 ઈન્ડસ્ટ્રીયલ શેડ 74, 75, 76, 56, 57ને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે.

વિસ્ફોટમાં 2 ના મોત, 4 લોકોને ગંભીર ઈજા

આ બ્લાસ્ટમાં કૂલ પાંચ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. જેમા બે લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક વ્યક્તિઓમાં ફેક્ટરીના માલિક રમેશ પટેલ અને પવન કુમાર નામના કારીગરનો સમાવેશ થાય છે. ચાર ઈજાગ્રસ્તોમાં સુરપાલસિંહ, વાસુદેવ પટેલ, કનુભાઈ અને સહદેવનો સમાવેશ થાય છે.

આગ પર કરાયો કાબુ

ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ કરી લેવાયો છે. ફાયરની ટીમ પહોંચી એ પહેલા જ બ્લાસ્ટમાં બે લોકોના ગંભીર રીતે ઈજા થવાના કારણે મોત થયા હતા.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *