અધ્યક્ષ પદની ખુરશી માટે NDA – INDI ગઠબંધન સામસામે, પહેલીવાર ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે થશે ચૂંટણી

અધ્યક્ષ પદની ખુરશી માટે NDA – INDI ગઠબંધન સામસામે, પહેલીવાર ઓમ બિરલા અને કે સુરેશ વચ્ચે થશે ચૂંટણી

18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે અને આવતીકાલ બુધવારે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે. સ્પીકર પદને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે કોઈ સહમતિ થઈ શકી ન હતી. સત્તાધારી પક્ષે સ્પીકર પદ માટે ફરી એકવાર ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષ ઈન્ડિ ગઠબંધને કે સુરેશને આ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

સ્પીકર પદ માટે બંને ઉમેદવારોએ, આજે ટેકેદારોની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે. અગાઉ એવા અહેવાલ હતા કે સ્પીકર પદ માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. વિપક્ષ ઓમ બિરલાના નામ પર સહમત છે.

લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદની માંગણી પર વિપક્ષ અડગ

લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદની માંગ પર અડગ રહેલા વિપક્ષી ઈન્ડિ ગઠબંધને ચેતવણી આપી હતી કે, જો સરકાર વિપક્ષના કોઈ નેતાને ડેપ્યુટી સ્પીકર બનાવવા માટે સહમત નહીં થાય તો તેઓ લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.

શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નાયબ અધ્યક્ષને લઈને કોઈ સર્વસંમતિ સધાઈ ન હતી, જેના પગલે, વિપક્ષે અધ્યક્ષપદની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે, આમ લોકસભામાં અત્યાર સુધીમાં સર્વસંમતિથી સ્પીકરની ચૂંટણી કરવાની પરંપરા તૂટી ગઈ અને હવે લોકસભાના નવા અધ્યક્ષની ચૂંટણી મતદાન દ્વારા યોજાશે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *