Weather Forecast in Gujarat: ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદી માહોલ, જાણો આખા ગુજરાત માટે શું છે હવામાન વિભાગની નવી આગાહી? જુઓ વીડિયો

Weather Forecast in Gujarat: ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદી માહોલ, જાણો આખા ગુજરાત માટે શું છે હવામાન વિભાગની નવી આગાહી? જુઓ વીડિયો

Weather Forecast in Gujarat: ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદી માહોલ, જાણો આખા ગુજરાત માટે શું છે હવામાન વિભાગની નવી આગાહી? જુઓ વીડિયો

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. નોર્થ વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે જેના કારણે આજે ગુજરાતના અનકે વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જો કે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે.

થંડરસ્ટ્રોમ થવાનું પણ પુર્વાનુમાન

હવામાન વિભાગે કહ્યું છે કે…સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદનું અનુમાન છે. આ સાથે વીજળી અને ગાજવીજ સાથે વરસદાની આગાહી પણ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ડાંગ, મહીસાગર અને દાહોદ તથા કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. થંડરસ્ટ્રોમ થવાનું પણ પુર્વાનુમાન આપવામાં આવ્યુ છે.

માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન

આવતીકાલ શુક્રવારથી ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું અનુમાન છે. આ સાથે આજથી લઇને ત્રણ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. ત્રણ દિવસ માટે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા વલસાડ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. માવઠાના પગલે અનેક જિલ્લાઓમાં પાક નુકસાન થયું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ બાકાત રહ્યો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 31 હજાર હેકટરમાં તલના પાકને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે પડેલા કમોસમી વરસાદના પગલે તલના ઉભા પાકને નુકસાન થયું.

તલ અને બાજરીના પાકને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોમાં ખેતરમાં ઉનાળું પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતુ, કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા ઉનાળુ તલના પાકનો સોથ વળી ગયો. 24 કલાકમાં 2 ઈંચ જેટલા પડેલા કમોસમી વરસાદના કારણે તલ અને બાજરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ. જેને લઈને ખેડૂતોએ તાત્કાલિક સર્વે હાથ ધરી સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી.

આ તરફ કોંગ્રેસના કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયાએ CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને કમોસમી વરસાદ બાદ 48થી 72 કલાકમાં સરવે કરવાની માગ કરી છે. અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સરવે થયા બાદ વળતર ન મળ્યાનો દાવો પણ કર્યો છે

આમ હવામાન હાલ ખેડૂતોની પરીક્ષા લઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ કમોસમી વરસાદનો કહેર છે. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમી ત્રાસ ગુજારી રહી છે. હજૂ આગામી 48 કલાક સુધી આ સ્થિતિ રહેશે. જે બાદ સ્થિતિ સામાન્ય થાય તેવી શકયતાઓ છે.

Related post

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે મદદ કરી: અમિત શાહ

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે…

ટીવી 9 નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેણે પ્રજ્વલ રેવન્ના કેસ પર…
જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં સુધી અમે બંધારણમાં ફેરફાર નહીં થવા દઈએઃ અમિત શાહ

જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં…

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે TV9 નેટવર્ક સાથેની એક ખાસ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી…
23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી રહી છે અપર સર્કિટ, ભાવ 2400% વધ્યા

23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી…

પેની સ્ટોક રોયલ ઈન્ડિયા કોર્પોરેશને લાંબા ગાળામાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટોક 2474 ટકા વધ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *