UAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે, ચીન જોતું જ રહી જશે, પાકિસ્તાન સ્તબ્ધ થઈ જશે!

UAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે, ચીન જોતું જ રહી જશે, પાકિસ્તાન સ્તબ્ધ થઈ જશે!

UAE ભારતને 4 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરશે, ચીન જોતું જ રહી જશે, પાકિસ્તાન સ્તબ્ધ થઈ જશે!

ભારતમા ચાલી રહેલી ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે બિઝનેસ, રોકાણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતનો સૌથી જુનો અને સારો મિત્ર દેશ યુએઈ ભારતમાં 4 લાખ કરોડથી વધુનું રોકાણ કરવા જઈ રહ્યો છે. ચૂંટણી પહેલા આ રોકાણ આવી જવાની શક્યતા છે. આ સમાચારને લઈ ચીની ઉંઘ હરામ થઈ જશે તો ભીખનો કટોરો લઈને ખાડી દેશોમાં ફરતા રહેતા પાકિસ્તાનમાં સન્નાટો ફેલાઈ જઈ શકે છે.

લગભગ 50 બિલિયન ડોલરનું રોકાણ ભારતીયો માટે તો સારા સમાચાર છે જ પણ સાથે ખાડીમાં વસતા એ ભારતીયો માટે પણ મોટા સમાચાર છે કે જે વર્ષોથી ત્યાં રોકાણ કરી રહ્યા છે. ભારતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતના મેન્યુફેક્ચરિંગ અને માળખાગત વિકાસને તે બળ પુરૂ પાડશે. આ રોકાણને લઈ ભારતની અર્થવ્યવસ્થાને એક અલગ જ તાકાત મળશે તેને પણ અવગણી નહી શકાય.

UAE ભારતમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કેમ કરશે?

ભારત અને યુએઈ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો મજબૂત બની રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી પણ 4 વાર યુએઈની મુલાકાત લઈ ચુક્યા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો 1981માં ઈન્દીરા ગાંધીએ એકવાર મુલાકાત લીધી હતી. રોકાણની વાત કરીએ તો UAE પણ ભારત સાથે પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા માંગે છે. તેનું એક કારણ છે, ભારતનો આર્થિક વિકાસ વિશ્વના મોટા દેશોમાં સૌથી વધુ છે. UAE ભારતમાં 50 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું સૌથી મોટું કારણ છે.

ભારતનો મધ્યમ વર્ગ દેશની વસ્તીમાં મોટો હિસ્સો ધરાવે છે

બીજી તરફ યુએઈની નજર પણ ભારતના એ મધ્યમ વર્ગ પર છે કે જેને તે ટાર્ગેટ કરવા માગે છે. ભારતનો આ વર્ગ દેશની વસ્તીમાં મોટો આંકડો ધરાવે છે. ભારતમાં આવા લોકોની સંખ્યા 44 કરોડ આસપાસ છે. વર્ષ 2030-31 સુધીમાં ભારતમાં આ વિભાગની સંખ્યા 71.5 કરોડ સુધી પહોંચી શકે છે, જે કુલ વસ્તીના 47 ટકા જેટલી છે. આવી સ્થિતિમાં ભારતમાં UAEનો હિસ્સો ખૂબ જ સમજી વિચારીને બનાવવામાં આવ્યો છે. 2024ની ચૂંટણી પહેલા જ આ રોકાણની જાહેરાત પણ થઈ શકે છે.

UAE માટે ભારત હંમેશા મહત્વનું રહ્યું

સ્વાભાવિક પણે જ ભારત એ યુએઈ માટે મહત્વતા ધરાવે જ છે કેમ કે ત્યાં વસનારા ભારતીયોની સંખ્યા 30 ટકા આસપાસ છે અને આ જ એ લોકો છે કે વિદેશી હુંડિયામણના રૂપમાં નાંણા ભારત મોકલે છે. જેના કારણે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર પાકિસ્તાન કરતા લગભગ 100 ગણો વધારે છે. રિપોર્ટ અનુસાર, કેરળના લોકો UAEમાં ભારતીય તરીકે સૌથી વધારે જોવા મળે છે. અને આગામી દિવસોમાં UAEમાં ભારતીયોની સંખ્યામાં વધારો થશે તે નક્કી છે.

ચીન આ રોકાણથી બોખલાઈ જશે

ચીનને આર્થિક મોરચા પર પણ કોઈ ટક્કર આપી રહ્યું હોય તો તે છે ભારત. ભારતમાં સતત આવી રેહાલ વિદેશી રોકાણને લઈ તેનું અર્થતંત્ર મજબુત બની રહ્યું છે, તેવા સંજોગોમાં ચીન કે જે હાલમાં આર્થિક મોરચે આંકડા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે તેની સ્થિતિ વધારે ખરાબ જોવા મળી શકે છે. આગામી વર્ષોમાં ભારત આર્થિક મોરચે ચીનને પાછળ છોડીને એશિયાનું અગ્રેસર બનશે.

છેલ્લા કેટલાક મહિનામાં જે વિદેશી કંપનીઓ પહેલા ચીનમાં કામ કરતી હતી તે ભારતમાં આવી રહી છે. જેમાં એપલ પછી ટેસ્લાનું નામ દેવું પડે કે જે પણ ભારત આવી રહ્યું છે. માઈક્રોન, ફોક્સકોન અને અન્ય ઘણી તાઈવાની કંપનીઓ ભારતમાં આવી રહી છે અને રોકાણ કરી રહી છે અને ભારતને વિશ્વની સૌથી મોટી ફેક્ટરી બનાવવામાં મદદ કરી રહી છે.

પાકિસ્તાનનો ભીખનો કટોરો હાથમાં જ રહી જશે !

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કોઈનાથી છુપી નથી. ક્યારેક ચીન અને ક્યારેક IMF અને ખાડી દેશો તરફ હાથ લંબાવવો એ પાકિસ્તાન સરકારની આદત બની ગઈ છે. પાકિસ્તાને મુસ્લિમ દેશ હોવાનું જણાવીને યુએઈ પાસેથી વારંવાર એક કે બે અબજ ડોલરની મદદ માંગી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનને ખબર પડશે કે UAE ભારતમાં 50 અબજ ડૉલર કે તેથી વધુનું રોકાણ કરી રહ્યું છે, તો એના પર શું વિતશે તે જોવાનું રહેશે.

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *