UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video

UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video

અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર સ્થાપવામાં મહત્વની ભૂમિકા બદલ BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને ખ્યાતનામ હસ્તીઓ વચ્ચે સન્માનવામાં આવ્યા. અમદાવાદમાં યોજાયેલા ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કરવામાં આવ્યા.આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે અબુધાબીમાં મંદિર બને તેની પાછળ પીએમ નરેન્દ્ર મોદીની વિદેશનીતિ પણ ખૂબ સહયોગી બની છે. દરેક દેશ આજે એક વિશ્વમિત્ર તરીકે ભારત દેશ સાથે આગળ વધવા માગે છે. પીએમ મોદીની વિદેશનીતિ પણ એવી છે કે દરેક દેશ ભારત સાથેના સંબંધો ખૂબ સારા રાખી આગળ વધવા માગે છે અને ભારત એવી રીતે આગળ વધવા માગે છે કે એ લોકોએ મુકેલો વિશ્વાસ ક્યાંય ન તૂટે, તેના માટે હરહંમેશ પીએમ મોદીએ પ્રયત્ન કર્યો. એ પણ આની અંદર ઘણો મોટો રોલ છે.

સંતોના સાનિધ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સંતો અને ગુરુઓનું સાનિધ્ય ધ્યેયપ્રાપ્તિ સરળ બનાવે છે અને આપણને એક સારા માનવી બનાવે છે. આપના દેશમાં પ્રાચીન સમયથી ગુરુ પરંપરા અને સંસ્કૃતિ રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંતોનું સાનિધ્ય અને માર્ગદર્શન વર્ષોથી આપણા સમાજ અને રાષ્ટ્રને મળ્યું છે. અબુધાબીમાં આ ભવ્યાતિભવ્ય મંદિરની સ્થાપના કરીને આદરણીય બ્રહ્મવિહારી સ્વામીએ પણ આ જ રીતે વિશ્વ શાંતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવનાને સાર્થક કરવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે ભગવાન અને ભગવાનની વાત એક જ વસ્તુ શીખવે છે કે હંમેશા પોઝિટિવ રહેવુ જોઈએ. 100 એ 100 ટકા નેગેટિવ સામેવાળો કહેતો હોય છતા પણ તમારી પોઝિટિવ વાત તેની સામે મુકો છો તો છેલ્લે તમારી પોઝિટિવ તાકાત તેનાથી ઉપર વધીને આગળ વધી શકે છે. વધુમાં સીએમએ જણાવ્યુ કે મુસ્લિમ દેશની અંદર જઈને હિંદુ મંદિર બનાવવા વિશે વાત કરવી એ પણ બહુ મોટી વાત છે. એ જ પ્રમુખ સ્વામી મહારાજની તાકાત સૂચવે છે.

આ પણ વાંચો: અમદાવાદ : ‘મિલેનિયમ મિરેકલ’ કાર્યક્રમમાં બ્રહ્મવિહારી સ્વામીનું સન્માન, CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી…

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી…
ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી,…

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે…
વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં…

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *