Travel Tips : ઓછા બજેટમાં વેકેશનનો આનંદ માણવા માગો છો તો, હરિયાણાના આ સ્થળોની મુલાકાત લો
- GujaratOthers
- October 8, 2024
- No Comment
- 4
જો તમે હરિયાણાની ઓળખ માત્ર તેની બોલીથી ફેમસ માનો છો તો આ વાત સાવ ખોટી છે, તેમજ હરિયાણા માત્ર રમતક્ષેત્રે અવ્વલ નથી પરંતુ આ શહેરમાં અનેક સુંદર પ્રવાસન સ્થળો પણ આવેલા છે. આજે અમે તમને હરિયાણાના એ સુંદર સ્થળ વિશે જણાવીશું, જે ફરવા માટે સુંદર છે.
હરિયાણામાં તમે કુરુક્ષેત્ર ફરવાનો પ્લાન બનાવી શકો છે. આ એક ધાર્મિક સ્થળ છે. જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતુ. આ એ સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતુ. કુરુક્ષેત્રની ઐતિહાસિક અને ધાર્મિક બંન્નેની દર્ષ્ટિએ ખુબ મહત્વ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત માટે આવે છે. તમે અહિ બિરલા મંદિર, શ્રીકૃષ્ણ મ્યુઝિયમ અને હરિયામા મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો.
જો તમે રાઈડિંગ માટે જઈ રહ્યા છો. તો આ સ્થળ ચંદીગઢથી માત્ર 57 કિલોમીટર દુર છે. જે રોડ ટ્રિપ માટે બેસ્ટ છે.અહિ પહોંચવા માટે વધારે સમય લાગતો નથી. તમે એક દિવસ ફરી પરત આવી શકો છો. અહિ તમને શાંત રમણીય નજારો જોવા મળશે. જો તમે હરિયાણા જઈ રહ્યા છો તો કસૌલીની મુલાકાત જરુર લેજો. હરિયાણાની સંસ્કૃતિની સાથે, હરિયાણા એવા ઘણા સ્થળો માટે પણ જાણીતું છે જે પર્યટનના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. હરિયાણા ચંદીગઢથી બહુ દૂર નથી.
જો તમારે હરિયાણાની આ સુંદર સ્થળોની મુલાકાત લેવી છે. તો અમદાવાદથી હરિયાણા માત્ર 948 કિલોમીટર દુર આવેલું છે. અહિ જવા માટે તમે કાર લઈને પણ જઈ શકો છો. તેમજ અમદાવાદથી તમને ફ્લાઈટ પણ મળી જશે.