Surat Video : છેતરપિંડીનું નવું ગતકડું ! અભિનેતા સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી, જુઓ Video

Surat Video : છેતરપિંડીનું નવું ગતકડું ! અભિનેતા સલમાન ખાનના ફર્મના નામે પાણીપુરીની કંપની માલિક પાસે 15 કરોડની માગણી, જુઓ Video

ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં લોકોને છેતરવા માટે ઠગબાજો અવાનવા ગતકડા અને હથકંડા અજમાવતા હોય છે. સુરતમાં આવા જ એક ઠગબાજનો પર્દાફાશ થયો છે. પાણીપુરી બનાવતી કંપનીના માલિકને બોલીવૂડ એક્ટર સલમાન ખાની પેઢીની લીગલ નોટિસ ઈમેઈલેથી મોકલીને 15 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

SSR ફર્મના નામે ઈમેલથી નોટિસ મોકલવામાં આવી હતી. નોટિસમાં લખ્યું હતું કે તમે તમારી કંપનીની જાહેરાત માટે અભિનેતા સલમાન ખાનના ફોટાનો ઉપયોગ કર્યો છે. 15 કરોડ કોમ્પ્નસેશન ચુકવી આપવા તેમજ 1.25 લાખ લીગલ ફી ભરો. નોટિસ મળ્યા બાદ પાણીપુરી કંપનીના માલિક ટેન્શનમાં આવ્યા હતા.

આ વાત તેમણે તેમના ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કથેલિયાને કહી ત્યારે ટેક્સ કન્સલ્ટન્ટે મધ્યસ્થી કરીને ઉકેલ લાવવાની વાત કરી હતી. મધ્યસ્થી માટે દોઢ કરોડ રૂપિયા આપવાની માગણી કરી હતી. કંપની માલિકે આ દરમિયાન તપાસ કરતા ખબર પડી કે જે મેઈલ આવ્યો છે. તેને સલમાન ખાનની ફોર્મ સાથે કોઈ લેવાદેવા નથી. તેથી દાળમાં કંઈ કાળુ હોવાની શંકા જતા કંપની માલિકે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં ખુલાસો થયો કે મધ્યસ્થી કરનાર કન્સલ્ટન્ટનું જ આ કારસ્તાન હતું. પોલીસે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *