Surat : સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ, જૂનાગઢના મહંત જે.કે.સ્વામી સહિત 7 સામે ફરિયાદ

Surat : સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ, જૂનાગઢના મહંત જે.કે.સ્વામી સહિત 7 સામે ફરિયાદ

સાબરમતી નદી કિનારે પોઇચા જેવું મોટું સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે સુરતના તબીબ પાસેથી રૂપિયા 1.34 કરોડ ખંખેરી લેવાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, આણંદના તારાપુરના રીંઝા ગામે સાબરમતી નદી કિનારે આવેલી જમીન જૂનાગઢના સ્વામી ખરીદવા ઇચ્છતા હોવાની વાત ડો.હડિયા સમક્ષ રજૂ કરવામાં આવી. સુરેશ ઘોરી નામના વ્યક્તિએ તબીબને વિશ્વાસમાં લઇને જમીનના સોદામાં મધ્યસ્થી માટે તૈયાર કર્યા હતા.

સુરેશ ઘોરીએ તબીબને વિશ્વાસ અપાવ્યો હતો કે, સંતો જમીનના સોદામાં સીધી રીતે સંડોવાતા નથી એટલે જાણીતા લોકોને મધ્યસ્થી તરીકે રાખતા હોય છે. જેમાં નક્કી કરાયેલી જમીન પર થોડો ફાયદો મેળવીને સંતો જમીન ખરીદી લેતા હોય છે. ધર્મ, સંપ્રદાય અને સંતોનું નામ આવતા તબીબે વિશ્વાસ મુક્યો અને આણંદની 700 વિધા જેટલી જમીનનો, વિધા દીઠ રૂપિયા 5.80 લાખના ભાવે સોદો નક્કી કરવામાં આવ્યો અને ટોકન પેટે તબીબે 1 કરોડ અને ત્યારબાદ કટકે કટકે તબીબ પાસેથી કુલ રૂ.1.34 કરોડ પડાવી લેવાયા.

તબીબને જમીનની મુળ કિંમત કરતા વિધા દીઠ રૂ.4.20 લાખ વધુ મળવાના હતા. જેમાં સુરેશ ઘોરી, તબીબ અને સ્વામી વચ્ચે ત્રણ ભાગ પડવાના હતા. જોકે જમીનનો સોદો નક્કી થઇ ગયો અને નક્કી કરવા મુજબ જમીન ખરીદી પણ લેવામાં આવી. જોકે જ્યારે તબીબે પોતાનો ભાગ માગ્યો તો સ્વામીએ માત્ર 5 લાખ રૂપિયા મોકલીને અન્ય રકમ ભૂલી જવાની વાત કરી એટલે કે તબીબને પોતાના 1.34 કરોડના રોકાણ સામે માત્રા રૂપિયા 5 લાખ જ મળ્યા. જે અંગે તબીબે જે.કે.સ્વામીનો સંપર્ક કર્યો તો તેઓએ રૂપિયા આપવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો.

જ્યારે તબીબે પોતાના રૂપિયા પરત મેળવવા સંત પર દબાણ કર્યું તો, સંતોએ કેનેડાથી રૂપિયા આવવાના હોવાનું બહાનું કર્યું. એટલું જ નહીં વિદેશના નાણા ભારતમાં ટ્રાન્સફર થઇ શકે તે માટે બેંકમાં કરંટ ખાતુ ખોલવાવ્યું હતું. બે મહિના બાદ સંતે તબીબને ફોન કરીને 14.80 લાખ ડોલર ખાતામાં જમા કરાવ્યાની વાત કરી. જ્યારે તબીબે તપાસ કરી તો બેંક દ્વારા કયા સંદર્ભે રૂપિયા આપવાના છે તેની સ્પષ્ટતા માગવામાં આવી. આખરે ઠગાઇનો શિકાર બન્યાનું માલૂમ પડતા જ તબીબે પોલીસની શરણ લીધી અને ઠગબાજો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સંત, 2 જમીન દલાલ સહિત કુલ 7 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related post

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું મોટું નિવેદન આવ્યું…

25 માર્ચ 2024 આજનો આ ગોઝારો દિવસ રાજકોટવાસીઓ સાથે ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલી શકે. બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા, ગરમીને…
રાજકોટમાં બેજવાબદાર લોકોનું ગેમિંગ ઝોન બન્યું 24 લોકોના મોતનું કારણ, જુઓ દર્દનાક ઘટનાના બાદના દ્રશ્યો

રાજકોટમાં બેજવાબદાર લોકોનું ગેમિંગ ઝોન બન્યું 24 લોકોના મોતનું…

રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી.…
‘રોહિત બ્રિગેડ’ T20 વર્લ્ડ કપ જીતવા માટે નીકળી પરંતુ આ ખેલાડીઓ ટીમ સાથે જોવા ન મળ્યા

‘રોહિત બ્રિગેડ’ T20 વર્લ્ડ કપ જીતવા માટે નીકળી પરંતુ…

શું ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની રાહ 11 વર્ષ પછી ખતમ થશે? શું ટીમ ઈન્ડિયા 2007 પછી ફરી T20 વર્લ્ડ કપ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *