Ratan Tata Death : ટ્રકની પાછળ ‘OK Tata’ કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે ?

Ratan Tata Death : ટ્રકની પાછળ ‘OK Tata’ કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે ?

Ratan Tata Death : ટ્રકની પાછળ ‘OK Tata’ કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે ?

તમે ક્યારેય પણ ધોરીમાર્ગ કે શહેરના મોટા માર્ગ પર જતા આવતા ટ્રકની પાછળ બે શબ્દો અને કેટલાક ટ્રકમાં શેર-શાયરી લખેલા જોયા હશે. ટ્ર્ક ઉપર લખાયેલ મુખ્ય શબ્દ છે- OK TATA. આ એવા શબ્દો છે જે દરેક ટ્રક પર, તેની નંબર પ્લેટના નંબર કરતા પણ મોટા અક્ષરોમાં લખેલા જોવા મળે છે. મોટાભાગના લોકો OK TATAનો અર્થ જાણતા નથી. કેટલાક કહે છે કે આ બે શબ્દો ટ્રકની ઓળખ સાથે સંકળાયેલ છે, પરંતુ એવું નથી. OK TATAનું કનેક્શન રતન ટાટા સાથે સંકળાયેલ છે.

OK TATAનો અર્થ જાણવા માટે ટાટા ગ્રુપ તરફથી જણાવવામાં આવ્યું છે, ટાટા ગ્રુપ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર તેમજ ટ્રકના ઉત્પાદન માટે જાણીતું છે. પરંતુ સવાલ એ થાય છે કે, જ્યારે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પર ઓકે ટાટા લખેલું જોવા મળતું નથી તો પછી ટ્રક ઉપર જ કેમ આવું લખવામાં આવે છે?

ટ્રક પર કેમ લખ્યું હોય છે?

પહેલી વાત તો એ છે કે ટાટા ગ્રુપ દ્વારા ઉત્પાદિત ટ્રકો પર જ ઓકે ટાટા લખવામાં આવે છે. બીજું, જો વાહન પર OK Tata લખેલું હોય, તો તેનો અર્થ એ છે કે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તે ટ્રક વધુ સારી સ્થિતિમાં છે. ને રોડ ઉપર દોડાવવા માટે તૈયાર છે. સાથોસાથ OK Tata લખવાનો એક મતલબ એ પણ છે કે, તે દર્શાવે છે કે વાહનનું ઉત્પાદન અને સમારકામ ટાટા મોટર્સના ધોરણો અનુસાર કરવામાં આવ્યું છે. આ વાહનોની વોરંટી માત્ર ટાટા પાસે છે, આ લાઇન પણ તેની પુષ્ટિ કરે છે.

આ શબ્દો કેવી રીતે બ્રાન્ડિંગ બન્યા?

ઓકે ટાટા… ભલે કંપનીએ પોતાની પોલિસી માટે આ બે શબ્દો બનાવ્યા અને ટ્રક ઉપર લખ્યા, પણ ધીરે ધીરે તે એક બ્રાન્ડિંગ બની ગયા. આ બે શબ્દો ટ્રકો દ્વારા સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા. આજે પણ જો તમે કોઈને ઓકે ટાટા કહેશો તો તે તરત જ સમજી જશે કે આ શબ્દ ક્યાં છે અને તે સૌથી વધુ ક્યાં લખાયેલા જોવા મળે છે.

ટ્રકનું ઉત્પાદન કરતી ટાટા મોટર્સ આજે દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની છે. આઝાદી પહેલા 1954માં ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની (TELCO) તરીકે તેની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં તેનું નામ બદલીને ટાટા મોટર્સ કરવામાં આવ્યું. તે સમયે આ કંપની ટ્રેનના એન્જિન બનાવતી હતી. ત્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને ટાટાએ ભારતીય સેનાને એક ટેન્ક આપી, જે ટાટાનગર ટેન્ક તરીકે જાણીતી હતી. આ ટેન્કે યુદ્ધ મોરચા પર દુશ્મનોના છક્કા છોડાવી દીધા હતા.

થોડા સમય પછી, ટાટાએ ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. મર્સિડીઝ-બેન્ઝ સાથે ભાગીદારી કરી અને 1954માં કોમર્શિયલ વાહનો લોન્ચ કર્યા. 1991 માં, કંપનીએ પેસેન્જર વાહનોના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને પ્રથમ સ્વદેશી વાહન ટાટા સિએરા લોન્ચ કર્યું. આ રીતે એક પછી એક વાહનો લોન્ચ કરીને ટાટાએ ઈતિહાસ રચ્યો અને દેશની ટોચની ઓટોમોબાઈલ કંપની બની ગઈ.

આ પછી કંપનીએ ભારતીય બજારમાં ટાટા એસ્ટેટ અને ટાટા સુમો લોન્ચ કરી. ટાટા સુમોએ ભારતીયોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. આ પછી, ટાટા ઇન્ડિકા જે ભારતીય બજારમાં આવી તે લોકપ્રિય થઈ. ટાટાની આ પ્રથમ ફેમિલી કાર 1998માં લોન્ચ કરવામાં આવી હતી, જેણે વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો હતો. ટાટા ગ્રૂપને ઉંચાઈ પર લઈ જનાર રતન ટાટા હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની સિદ્ધિઓ અને સંઘર્ષ હંમેશા ભારતીયોને પ્રેરણા આપશે.

 

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *