IPL 2024 : વિરાટ કોહલીએ પહેલી વખત સંન્યાસને લઈ કરી વાત, જુઓ વીડિયો

IPL 2024 : વિરાટ કોહલીએ પહેલી વખત સંન્યાસને લઈ કરી વાત, જુઓ વીડિયો

IPL 2024 : વિરાટ કોહલીએ પહેલી વખત સંન્યાસને લઈ કરી વાત, જુઓ વીડિયો

વિરાટ કોહલી આઈપીએલ 2024માં શાનદાર ફોર્મમાં છે. આ સીઝન વિરાટ કોહલીના આઈપીએલ કરિયરની સૌથી બેસ્ટ સીઝન રહી છે. તેમણે અત્યારસુધી 13 મેચમાં 661 રન બનાવ્યા છે. જે 2016માં 973 બાદ સૌથી વધારે છે. પરંતુ ટૂર્નામેન્ટ વચ્ચે વિરાટ કોહલીએ એવી વાત કરી છે જે ચાહકોને ઈમોશનલ કરી રહી છે.

વિરાટ કોહલીએ પોતાના સંન્યાસને લઈ વાત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કોહલીએ પોતાના કરિયરને પૂર્ણ કરવાની વાત કરી છે. કોહલીએ કહ્યું તે હંમેશા રમી શકતો નથી. એટલા માટે તે કોઈ એવી વસ્તુ છોડવા માંગતો નથી જેનાથી તેને બાદમાં અફસોસ થાય.

 

‘હું તમામ વસ્તુ જોવા માગુ છુ’

વીડિયોમાં કોહલીએ હોસ્ટે પુછ્યું બદલાતી ગેમમાં તમને કઈ વસ્તુ સૌથી વધારે રસ છે. કઈ રીતે દર મેચમાં તમારું બેસ્ટ આપો છો. આ સવાલનો જવાબ આપતા કોહલીએ કહ્યું સ્પોર્ટસમેનના રુપમાં  મારું કરિયર પૂર્ણ થશે. કિંગ કોહલીએ આગળ કહ્યું મારા માટે ક્રિકેટમાં કોઈ કામ અધુરું છોડી અને પછી પછતાવો કરવો નથી. એક વખત મારું કામ થઈ ગયું તો હું ચાલ્યો જઈશ.જ્યાં સુધી હું રમી રહ્યો છું હું તમામ વસ્તુ જોવા માગું છું, જે મારી પાસે છે. આ એક જ વાત છે જે મને આગળ લઈ જવા માટે પ્રેરિત કરે છે.

 

 

ઈમોશનલ થયા ચાહકો

કોહલીની આ વાતથી ચાહકો ઈમોશનલ થયા છે. એક યુઝરે વીડિયોમાં કોમેન્ટ કરતા લખ્યું ‘આનાથી મારી ઊંઘ ખરાબ થશે. ક્યારેય રમવાનું બંઘ ન કરો વિરાટ કોહલી’. અન્ય યુઝરે લખ્યું ‘તમારી હાજરી જરુરી છે, 2027 સુધી રમો’. આ રીતે રીએક્શન આપી ચાહકો ઈમોશનલ થઈ રહ્યા છે.

વિરાટ કોહલીએ કહ્યું ક્રિકેટથી સંન્યાસ લેતા પહેલા એક લાંબો બ્રેક લેશે. વિરાટ કોહલી વર્તમાનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંનો ભાગ છે. હવે જોવાનું રહેશે ટી20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન કેવું રહેશે. રમતગમતમાં વિરાટ કોહલીના બેસ્ટ ફ્રેન્ડ અને ફુટબોલર સુનીલ છેત્રીએ 16 મેના રોજ સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કોહલી અને છેત્રી વચ્ચે શાનદાર બોન્ડિંગ રહ્યું છે.

આ પણ વાંચો : IPL 2024માં પર્પલ કેપનો દાવેદાર છે આ બોલર, ટીમ ઈન્ડિયામાં નથી મળ્યું સ્થાન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે મદદ કરી: અમિત શાહ

વોક્કાલિગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્નાને હટાવવામાં કોંગ્રેસ સરકારે…

ટીવી 9 નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેણે પ્રજ્વલ રેવન્ના કેસ પર…
જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં સુધી અમે બંધારણમાં ફેરફાર નહીં થવા દઈએઃ અમિત શાહ

જ્યાં સુધી સંસદમાં બીજેપીનો એક પણ સાંસદ છે ત્યાં…

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે TV9 નેટવર્ક સાથેની એક ખાસ મુલાકાતમાં ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી…
23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી રહી છે અપર સર્કિટ, ભાવ 2400% વધ્યા

23 રૂપિયાના શેરમાં જોરદાર વધારો, 2 મહિનાથી દરરોજ લાગી…

પેની સ્ટોક રોયલ ઈન્ડિયા કોર્પોરેશને લાંબા ગાળામાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્ટોક 2474 ટકા વધ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *