IPL 2024 પછી તરત જ યોજાશે T20 વર્લ્ડ કપ, 24 કલાકની અંદર રમાશે બીજી સેમિફાઈનલ

IPL 2024 પછી તરત જ યોજાશે T20 વર્લ્ડ કપ, 24 કલાકની અંદર રમાશે બીજી સેમિફાઈનલ

IPL 2024 પછી તરત જ યોજાશે T20 વર્લ્ડ કપ, 24 કલાકની અંદર રમાશે બીજી સેમિફાઈનલ

અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં જૂનમાં ટી20 વર્લ્ડકપ 2024 રમાશે. ટૂર્નામેન્ટના શેડ્યુલમાં એક મોટી ભૂલ જોવા મળી છે. 2 જૂનના રોજ પહેલી મેચ રમાશે. સેમિફાઈનલ 26 અને 27 જૂનના રોજ રમાશે. ફાઈનલ મેચ 29 જૂનના રોજ રમાશે. બીજી સેમિફાઈનલ અને ફાઈનલ મેચમાં 2 દિવસનો ગેપનો મતલબ છે કે, 24 કલાકથી ઓછા સમયમાં ટીમને ફાઈનલ મેચ રમવી પડશે.

 

જૂન મહિનામાં કેરેબિયાઈ દેશમાં ગરમી પડે છે. ત્યારે વરસાદની શક્યતા ખુબ ઓછી છે પરંતુ તેમ છતા આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. વરસાદના કારણે ટી20 વર્લ્ડકપ 2024ના બીજી સેમિફાઈનલ રિઝર્વ ડે એટલે કે, 28 જૂન રમાય તો બીજી ફાઈનલ જીતનારી ટીમને 24 કલાકથી ઓછા સમયમાં ફાઈનલ મેચ રમવી પડશે. આને લઈ સોશિયલ મીડિયા પર ચાહકો અનેક સવાલો કરી રહ્યા છે.

વરસાદના કારણે બીજી સેમિફાઈનલ રદ્દ થઈ તો શું થશે

જો બીજી સેમિફાઈનલ મેચ વરસાદના કારણે રદ્દ થઈ તો પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમને ફાયદો મળશે, સુપર-8માં રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચી જશે.

ફાઈનલ માટે રાખવામાં આવ્યો રિઝર્વ ડે

29 જૂનના રોજ ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ફાઈનલ મેચ 29 જૂનના રોજ ભારતીય સમયઅનુસાર 8 કલાકે રમાશે. ફાઈનલ માટે 30 જૂન રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.ગત્ત વર્ષ ભારતમાં રમાયેલા વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમિફાઈનલ મેચ 16 નવેમ્બર અને ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદમાં રમાય હતી.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચુકી છે

ટી 20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત તો થઈ ચૂકી છે. સાથે વોર્મઅપ મેચના શેડ્યૂલની પણ જાહેરાત થઈ ચુકી છે. હાલમાં આઈપીએલ 2024ના ફાઈનલને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારબાદ સ્ટાર ખેલાડીઓ સીધા વર્લ્ડકપ 2024ની તૈયારીમાં લાગી જશે. આપણે ટીમની વાત કરીએ તો  રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : T20 World Cupની વોર્મ અપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની મેચ આ ટીમ સાથે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી…

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી…
ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી,…

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે…
વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં…

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *