IIM બેંગ્લોરમાંથી ફ્રીમાં કરો અભ્યાસ, આ કોર્સમાં એડમિશન લો, આ રીતે અરજી કરો

IIM બેંગ્લોરમાંથી ફ્રીમાં કરો અભ્યાસ, આ કોર્સમાં એડમિશન લો, આ રીતે અરજી કરો

IIM બેંગ્લોરમાંથી ફ્રીમાં કરો અભ્યાસ, આ કોર્સમાં એડમિશન લો, આ રીતે અરજી કરો

જો તમે IIM બેંગ્લોરમાંથી અભ્યાસ કરવાનું સપનું જોતા હોવ તો તમારા માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે. IIM બેંગલુરુએ ડિજિટલ લર્નિંગ વર્ટિકલ IIMBx દ્વારા ન્યૂ એજ બિઝનેસ મોડલ્સ પર નવો કોર્સ શરૂ કર્યો છે. આ એક ફ્રી શોર્ટ ટર્મ કોર્સ છે, એટલે કે આ કોર્સમાં એડમિશન લેનારા ઉમેદવારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ ઉપરાંત તમે ઘરે બેસીને ઑનલાઇન મોડમાં આ અભ્યાસક્રમનો અભ્યાસ કરી શકો છો.

આ લોકો લઈ શકશે એડમિશન

આ ટૂંકા ગાળાનો કોર્સ 6-અઠવાડિયાનો ઓનલાઈન પ્રોગ્રામ છે જે શિક્ષણ મંત્રાલયના ઓનલાઈન પોર્ટલ SWAYAM પર આપવામાં આવે છે. IIM બેંગલુરુ અનુસાર, આ કોર્સ મફત છે અને દરેક માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. બિઝનેસ મેનેજમેન્ટના ગ્રેજ્યુએશન, માસ્ટર કરેલા વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, ઉભરતા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયિક લોકો આ કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ અભ્યાસક્રમ પ્રોફેસર કે. ગણેશ, IIM-B ખાતે સહાયક ફેકલ્ટી અને અનુભવી ઉદ્યોગસાહસિક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

કોર્સમાં શું ભણાવવામાં આવશે?

તેમાં પ્લેટફોર્મ, માર્કેટપ્લેસ, એગ્રીગેટર્સ, ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર બિઝનેસ સહિતના નવા બિઝનેસ મોડલ્સ પર આધારિત પ્રકરણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોર્સના ભાગરૂપે મોટા ઉદ્યોગપતિઓની સ્પીચ પણ હશે. આ કોર્સમાં બિઝનેસ મોડલની નાનામાં નાની વાતોને પણ શીખવવામાં આવશે.

નવા જમાનામાં કંપનીઓ કેવી રીતે કામ કરે છે અને તેઓ કેવી રીતે સફળ થાય છે. આ પણ કોર્સમાં સમજાવવામાં આવશે. કોર્સમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન 29 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. આ કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરી દેવું જોઈએ.

એડમિશન માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

  • ઓફિશિયલ વેબસાઇટ onlinecourses.swayam2.ac.in/imb24_mg57/preview ની વિઝિટ કરો.
  • હોમ પેજ પર આપેલા રજીસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • બધી જરૂરી વિગતો દાખલ કરીને રજીસ્ટ્રેશન કરો.
  • ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને પછી સબમિટ કરો.

બિઝનેસ કોર્સ માટે દેશની બેસ્ટ સંસ્થા

તમને જણાવી દઈએ કે IIM બેંગ્લોર એમબીએસ અને અન્ય બિઝનેસ કોર્સ માટે દેશની બેસ્ટ સંસ્થાઓમાંથી એક છે. અહીંથી અભ્યાસ કર્યા બાદ સારા પેકેજ સાથે મોટી કંપનીઓમાં નોકરી મળે છે.

 

Related post

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

દ્વારકા વીડિયો : PM નરેન્દ્ર મોદીએ જગત મંદિરે દ્વારકાધીશના…

દ્વારકાના જગત મંદિરમાં PM નરેન્દ્ર મોદીમાં ભગવાન દ્વારકાધીશની પૂજા કરી છે. તેમજ આરતી પણ કરી છે. આજે પીએમ નરેન્દ્ર મોદીએ દિવસની…
What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જાણો શું મોદી સરકાર કરશે હેટ્રિક ? કેવી રીતે ?

What India Thinks Today: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી…

દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક TV 9 ફરી એકવાર તેના What India Thinks Today પ્લેટફોર્મ સાથે તૈયાર છે. આ 3 દિવસીય…
Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને કરાયા સસ્પેન્ડ

Ahmedabad Video : માંડલ-અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી, 3 ડોકટરને…

માંડલ – અમરેલી અંધાપાકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અંધાપાકાંડના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલએ મીટીંગ કરી હતી જેમાં એક મોટો નિર્ણય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *