Healthy Snacks : ચિપ્સ અને કૂકીઝને કહો ના, ઓફિસમાં ભૂખ ઓછી કરવા માટે આ હેલ્ધી નાસ્તા કરો પસંદ
- GujaratOthers
- September 9, 2024
- No Comment
- 12
સોયા નટ્સ: ક્રન્ચી અને સ્વાદિષ્ટ, સોયા નટ્સ સૂકા સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. આ મંચી ફાઈબર, પ્લાન્ટ પ્રોટીન અને અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. સોયા નટ્સ ખાવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે અને હૃદયની સંભાળ રાખવાની સાથે તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
મખાના : અથવા ફોક્સ નટ્સ એ એક બેસ્ટ નાસ્તો છે. કારણ કે તેમાં ગુડ ચરબી હોય છે. ડાયાબિટીસ અને હૃદયરોગથી પીડિત લોકો માટે પણ સલામત છે. ફોક્સ નટ્સ ઉચ્ચ પોટેશિયમ અને ઓછી સોડિયમનું બેસ્ટ સંયોજન છે. મખાના સ્વાદમાં ઉત્તમ હોય છે અને તેમાં મસાલો ઉમેરીને પણ વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે.
કેળું : કેળું આપણા શરીરને દિવસભર એક્ટિવ અને પ્રોડક્ટિવ રહેવા માટે જરૂરી ગ્લુકોઝ પૂરો પાડે છે. કેળા એકાગ્ર રહેવા માટે એનર્જી આપે છે અને તેમાં રહેલા કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે.
સફરજન : સફરજન કોફી કરતાં ઊર્જાનો વધુ અસરકારક સ્ત્રોત છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર સફરજનમાં પણ ખૂબ ઓછી ખાંડ હોય છે. સફરજન એ ઉર્જા અને પ્રોટીનનું એક બેસ્ટ સંયોજન છે જે તમને માત્ર સંતોષ જ નહીં આપે પણ તમને એક્ટિવ રહેવામાં મદદ પણ કરશે.
બદામ : બદામમાં હેલ્ધી ચરબી અને આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. બદામથી કામમાં ફોકસ વધારવાનું કામ કરે છે. બદામમાં રહેલું પ્રોટીન તમને થાક અનુભવ્યા વિના ભૂખ ઓછી કરવામાં પણ મદદ કરે છે.