FASTag સાથે KYC લિંક છે કે નહીં ? આ રીતે કરો ચેક નહીંતર 31 જાન્યુઆરીથી ફાસ્ટેગ થઈ જશે બ્લોક

FASTag સાથે KYC લિંક છે કે નહીં ? આ રીતે કરો ચેક નહીંતર 31 જાન્યુઆરીથી ફાસ્ટેગ થઈ જશે બ્લોક

FASTag સાથે KYC લિંક છે કે નહીં ? આ રીતે કરો ચેક નહીંતર 31 જાન્યુઆરીથી ફાસ્ટેગ થઈ જશે બ્લોક

જો તમે કાર દ્વારા મુસાફરી કરો છો, તો NHAI પાસે તમારા માટે મહત્વપૂર્ણ સંદેશ છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે એક વાહન માટે માત્ર એક જ ફાસ્ટેગ કામ કરશે. આ જ કારણ છે કે હવે તમારે ફાસ્ટેગમાં પણ KYC અપડેટ કરવું પડશે.

આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, જો તમે 31 જાન્યુઆરી, 2024 સુધીમાં ફાસ્ટેગમાં કેવાયસી અપડેટ નહીં કરો, તો તમારું ફાસ્ટેગ બ્લોક થઈ જશે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે FasTag KYC અપડેટ થયું છે કે નહીં તેની તપાસ કેવી રીતે કરવી?

તમારા ફાસ્ટેગમાં રકમ હોવા છતાં પણ જો તમે કેવાયસી પૂર્ણ ન કર્યું હોય તો તમે 1લી ફેબ્રુઆરી 2024થી ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશો નહીં કારણ કે તમારું ફાસ્ટેગ ડિ-એક્ટિવેટ થઈ જશે.

જો તમને પણ ખબર નથી કે તમારી કારમાં ફાસ્ટેગ સાથે KYC લિંક છે કે નહીં, તો તે શોધવાનો એક ખૂબ જ સરળ રસ્તો છે. આ કામ માટે તમારે માત્ર કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

FasTag KYC સ્ટેટસ: આ રીતે ચેક કરો

  • સૌથી પહેલા તમારે https://fastag.ihmcl.com પર જવું પડશે.
  • આ પછી તમારે તમારા ફાસ્ટેગ સાથે જોડાયેલા નંબરથી લોગ ઇન કરવાનું રહેશે. વેબસાઇટની ટોચ પર લોગિન વિકલ્પ પર ટેપ કરો. લોગિન પર ટેપ કર્યા પછી, તમારે ફોન નંબર દાખલ કરવો પડશે, નંબર દાખલ કર્યા પછી ગેટ OTP પર ક્લિક કરો.
  • રજિસ્ટર નંબર પર OTP મળ્યા પછી, મોબાઇલ નંબરની નીચે OTP દાખલ કરો અને પછી કેપ્ચા એડ કરીને લોગ ઇન કરો.

 

ફોટો ક્રેડિટ- fastag.ihmcl.com

 

  • લોગ ઈન કર્યા પછી, તમારી સામે ડેશબોર્ડ ખુલશે, ડાબી બાજુએ તમને માય પ્રોફાઇલ વિકલ્પ મળશે, આ વિકલ્પ પર ટેપ કરો.
  • માય પ્રોફાઇલ વિકલ્પ પર ટેપ કર્યા પછી, તમને KYC વિકલ્પ મળશે, અહીં તમને ખબર પડશે કે KYCનું સ્ટેટસ શું છે.

આ પણ વાંચો: જલદી કરો આ કામ પૂર્ણ, નહીંતર 31 જાન્યુઆરીથી FASTag કામ કરશે નહીં, જાણો પ્રોસેસ

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *