EDનો સપાટો, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત

EDનો સપાટો, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત

EDનો સપાટો, જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ, તેમના પરિવારના સભ્યો અને કંપનીની રૂ. 538 કરોડથી વધુની સંપત્તિ કથિત બેંક લોન ફ્રોડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તપાસના ભાગરૂપે જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો લંડન, દુબઈ અને ભારતમાં આવેલી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ  એ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ સામે તેની મની લોન્ડરિંગ તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ  2002 ની જોગવાઈઓ હેઠળ રૂ. 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં 17 રહેણાંક ફ્લેટ અને બંગલા અને કોમર્શિયલ જગ્યાનો સમાવેશ થાય છે.

 


લંડન, દુબઈ અને ભારતના વિવિધ શહેરોમાં આવેલી આ મિલકતો JetAir Pvt Ltd અને Jet Enterprises Pvt Ltd, નરેશ ગોયલ, તેમની પત્ની અનિતા અને પુત્ર નિવાન અને અન્ય કેટલીક કંપનીઓના નામે છે.મની લોન્ડરિંગનો આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા જેટ એરવેઝ, ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ અને કંપનીના કેટલાક ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કથિત છેતરપિંડીના કેસમાં નોંધાયેલી FIR પરથી પ્રકાશમાં આવ્યો છે.

ટ્રસ્ટ બનાવીને ભારતમાંથી વિદેશમાં નાણાંની ઉચાપત કરવાનો આરોપ

બેંકની ફરિયાદ પર FIR દાખલ કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેણે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડને 848.86 કરોડ રૂપિયાની લોન આપી હતી, જેમાંથી 538.62 કરોડ રૂપિયા બાકી હતા. અગાઉ, રિમાન્ડની સુનાવણી દરમિયાન, તપાસ એજન્સીએ કહ્યું હતું કે જેટ એરવેઝના સ્થાપકે વિદેશમાં વિવિધ ટ્રસ્ટો બનાવીને ભારતમાંથી વિદેશમાં નાણાંની ઉચાપત કરી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ વિદેશમાં અનેક ટ્રસ્ટ બનાવ્યા હતા અને તે ટ્રસ્ટો દ્વારા તેણે વિવિધ સ્થાવર મિલકતો ખરીદી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રસ્ટો માટે વપરાયેલ નાણા બીજું કંઈ નથી પરંતુ પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ છે જે ભારતમાંથી વિદેશ મોકલવામાં આવ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ક્રેડિટ કાર્ડ સંબંધિત આ 4 આદતો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, વહેલી તકે આદત બદલશો તો ફાયદામાં રહેશો

ક્રેડિટ કાર્ડ સંબંધિત આ 4 આદતો તમને મુશ્કેલીમાં મૂકી…

જો તમે તમારા ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે ખૂબ જ મદદરૂપ નાણાકીય સાધન છે. જો પૈસાને લઈને…
આજનું રાશિફળ વીડિયો: આ ત્રણ રાશિના જાતકોને આજે ચાલી રહેલી સમસ્યા દૂર થશે, જાણો કઈ કઈ રાશિ છે, જુઓ વીડિયો

આજનું રાશિફળ વીડિયો: આ ત્રણ રાશિના જાતકોને આજે ચાલી…

આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધ્યુ, જાણો તમારા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન, જુઓ વીડિયો

આજનું હવામાન : રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તો આ સાથે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *