Business ideas : EV ચાર્જિંગ સ્ટેશન લગાવીને તમે પણ કમાણી કરવા માગો છો? બસ આટલા જ રુપિયાનું કરો રોકાણ, અહીં છે સંપૂર્ણ પ્રોસેસ

Business ideas : EV ચાર્જિંગ સ્ટેશન લગાવીને તમે પણ કમાણી કરવા માગો છો? બસ આટલા જ રુપિયાનું કરો રોકાણ, અહીં છે સંપૂર્ણ પ્રોસેસ

Business ideas : EV ચાર્જિંગ સ્ટેશન લગાવીને તમે પણ કમાણી કરવા માગો છો? બસ આટલા જ રુપિયાનું કરો રોકાણ, અહીં છે સંપૂર્ણ પ્રોસેસ

Business ideas : જો તમે પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલને બદલે ઈલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ થશે. આવી સ્થિતિમાં આ તકનો લાભ ઉઠાવીને તમે તમારા પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ પણ ઘટાડી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.

હકીકતમાં આજે તમે જ્યાં જુઓ ત્યાં સ્પર્ધા છે. પરંતુ એક ક્ષેત્ર એવું છે જ્યાં અત્યારે બહુ સ્પર્ધા નથી. આ બિઝનેસ ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાનો છે. જેના માટે તમારે ખૂબ જ ઓછુ રોકાણ કરવુ પડશે.

CNGના ભાવમાં પણ વધારો

મોંઘવારીના આ યુગમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આ ઉપરાંત CNGના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં તમે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનો વ્યવસાય શરૂ કરીને જંગી નફો કમાઈ શકો છો. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે

આ કંપની કમાણી કરવાની આપી રહી છે તક

20મા ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝ અને રિટેલ શોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનનું ઉત્પાદન કરતી કંપનીએ રોકાણકારોને તેમની સાથે કામ કરવાની તક આપી છે. 18-19 મે 2024 ના રોજ દેશના 100થી વધુ શહેરો અને એશિયા-પેસિફિકના 500 થી વધુ ફ્રેન્ચાઇઝર્સે દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર ખાતે રિટેલ ફ્રેન્ચાઇઝ શોમાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું અને હજારો ખરીદદારોએ તેમાં ભાગ લીધો છે.

તમને આવી તક મળશે

Earthtron EV એ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝ અને રિટેલ શોમાં પણ ભાગ લીધો હતો અને ચાર્જર્સ પ્રદર્શિત કર્યા હતા. Earthtron EVના સ્થાપક આશિષ દેસવાલનું કહેવું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન છે, જેના કારણે તેઓ ઈલેક્ટ્રિક વાહનોને વધુ સારો વિકલ્પ માની રહ્યા છે. ભારતીય ગ્રાહકો હવે EV વાહનો પર વિશ્વાસ કરવા લાગ્યા છે.

ઇલેક્ટ્રિક વાહનો માટે અમને દેશમાં ચાર્જિંગ સ્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે. આવી સ્થિતિમાં અમે હંમેશા ફ્રેન્ચાઇઝ પ્રદર્શનોમાં ભાગ લઈને સંભવિત ભાગીદારોની શોધમાં હોઈએ છીએ, જેઓ અમારી સાથે ચાર્જિંગ સ્ટેશન ખોલવા માગે છે અને તેમની પોતાની જમીન છે. હવે અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે કમાઈ શકો છો.

કેટલી જગ્યાની જરૂર પડશે?

ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે તમારી પાસે રસ્તાની બાજુએ 50 થી 100 ચોરસ યાર્ડનો ખાલી પ્લોટ હોવો આવશ્યક છે. આ ખાલી જગ્યા તમારા નામે હોઈ શકે છે અથવા તે 10 વર્ષ માટે લીઝ પર હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક વાહન ચલાવતી વખતે કોઈ પ્રદૂષણ થતું નથી.

કેવી રીતે શરૂ કરવું?

આ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો? ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સેટ કરવા માટે તમારે કંપની સાથે ભાગીદારી કરવી પડશે. તમારે તમારું સ્થાન કંપનીને બતાવવું પડશે અને પછી કંપની 10-15 દિવસમાં તમારા ચાર્જિંગ સ્ટેશનનું સંપૂર્ણ સેટઅપ કરશે.

તમારે ફક્ત એટલું ધ્યાનમાં રાખવું પડશે કે ચાર્જિંગ સ્ટેશન પર કારના પાર્કિંગ અને તેમના પ્રવેશ અને બહાર નીકળવાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ સાથે ચાર્જિંગ સ્ટેશનમાં સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય, રેસ્ટ રુમ, ફાયર એક્સટિંગવિશર અને વેન્ટિલેશનની સુવિધા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ હોવી જોઈએ.

કેટલો ખર્ચ થશે?

તમને જણાવી દઈએ કે EV ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે તમારે 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. જો કે તમે આના કરતા ઓછા ખર્ચમાં પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો. જો તમે ઓછી ક્ષમતાનું ચાર્જિંગ સ્ટેશન લગાવો છો તો તેનો ખર્ચ 8 લાખ રૂપિયા સુધી થઈ શકે છે. તેમાં જમીનથી લઈને ચાર્જિંગ પોઈન્ટની સ્થાપના સુધીના ખર્ચનો સમાવેશ થાય છે.

તમે કેટલું કમાઓ છો?

જો તમે 3000 કિલોવોટનું ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરો છો, તો તમને પ્રતિ કિલોવોટ 2.5 રૂપિયા મળે છે. આ હિસાબે તમે એક દિવસમાં 7500 રૂપિયા સુધી સરળતાથી કમાઈ શકો છો. એટલે કે તમે એક મહિનામાં 2.25 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. તમામ ખર્ચો ઉપાડ્યા પછી તમે આ વ્યવસાયથી દર મહિને 1.5 લાખથી 1.75 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. જો કે ચાર્જિંગ સ્ટેશનની ક્ષમતા વધારવામાં આવે તો આ કમાણી દર મહિને 10 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

ધંધામાં કેટલી હરીફાઈ છે?

EV Charging Station એક નવો કોન્સેપ્ટ છે. હાલમાં આ બિઝનેસ આઈડિયામાં કોઈ મોટી હરીફાઈ નથી, આ એક બિઝનેસ આઈડિયા છે. જેમાં કોઈ પણ હરીફાઈ વિના કમાણી થાય છે. આવતા સમયમાં ઈલેક્ટ્રિક વિહિકલ વધવાની શક્યતાઓ છે, જે ધ્યાનમાં લઈને આ બિઝનેસમાં ઝંપલાવવું જોઈએ.

(ડિસ્ક્લેમર : શેરબજારમાં પૂરતી જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.)

Related post

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં તેની કંપની Go Digitનો ફ્લોપ શો, 5 દિવસમાં 3.50 ટકા ઘટ્યા શેરના ભાવ

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણવાળી કંપની Go Digit General Insuranceનું 23 મેના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. BSE પર…
હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક લઈ લીધો છે, વારાણસીમાં PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક…

લોકસભા ચૂંટણીના પરિણામો અને વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી છે.…
T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા, રોહિત શર્માએ વિરોધીઓને આપી ખુલ્લી ‘ચેતવણી’

T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર…

T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડ માટે તૈયાર છે. સુપર-8 રાઉન્ડ 19…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *