Budget 2024 : મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે

Budget 2024 : મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે

Budget 2024 : મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે

Budget 2024 : PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દેશ માટે પિટારો ખોલવા જઈ રહ્યા હોય તેમ લાગે છે.

24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે જેમાં મોદી 3.0 સરકારનું પહેલું બજેટ 1 જુલાઈએ રજૂ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 26 જૂને 18મી લોકસભા માટે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ 27 જૂને ગૃહને સંબોધિત કરી શકે છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું સાતમું બજેટ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં સાતમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા નાણામંત્રી 5 પૂર્ણ અને 1 વચગાળાનું બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 6 બજેટ રજૂ કરવાનો પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ પણ તોડી નાખશે.

આ પડકારો નાણામંત્રી સમક્ષ હશે

લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ સીતારામન હવે સંપૂર્ણ બજેટ રજૂ કરવાના પડકારનો સામનો કરી રહ્યા છે. તેમણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ગઠબંધનની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને દેશની અર્થવ્યવસ્થા ઉચ્ચ વૃદ્ધિના માર્ગ પર ચાલુ રહે અને વધુ નોકરીઓનું સર્જન કરે.

તે જ સમયે, એવી કેટલીક આશંકા છે કે ગઠબંધન ભાગીદારોની રાજકોષીય માંગ આર્થિક સંસાધનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણથી વિચલિત કરી શકે છે જે સામાજિક કલ્યાણ યોજનાઓ અને રાજ્યોને વધુ ફાળવણીમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.

જો કે, નીચી રાજકોષીય ખાધ, RBI તરફથી રૂપિયા 2.11 લાખ કરોડનું જંગી ડિવિડન્ડ અને કરવેરામાં ઉછાળો જોતાં નાણા પ્રધાન પાસે વૃદ્ધિને વેગ આપવાના હેતુથી નીતિઓને અનુસરવાનો પૂરતો અવકાશ છે.

મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યા છે

મોરારજી દેસાઈએ દેશમાં સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યા છે. પી ચિદમ્બરમ 9 બજેટ સાથે બીજા અને પ્રણવ મુખર્જી 8 બજેટ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી યશવંત સિંહાએ 7 બજેટ, સીડી દેશમુખે 7 અને મનમોહન સિંહે 6 બજેટ રજૂ કર્યા હતા. ઈન્દિરા ગાંધી બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા. જોકે, આ બજેટ તેમણે વડાપ્રધાન હતા ત્યારે રજૂ કર્યું હતું.

નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળ દરમિયાન સૌથી લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે. 2020-21નું બજેટ રજૂ કરતી વખતે 2 કલાક 42 મિનિટ લાંબુ ભાષણ આપ્યું. તે સમયે, તેણે જુલાઈ 2019 માં કરેલા 2 કલાક અને 17 મિનિટ લાંબા ભાષણનો પોતાનો રેકોર્ડ તોડ્યો હતો.

આ પણ વાંચો : ત્રીજીવાર શપથ લેતા જ મોદી સરકારે લીધો મોટો નિર્ણય, હવે BPCLનું નહીં કરે ખાનગીકરણ, જાણો શેરના ભાવ વધશે કે ઘટશે

Related post

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી શકી 4 ટીમ, એક ટેસ્ટ મેચ રમનાર દેશ પણ સામેલ

T20 World Cup 2024માં એક પણ મેચ ન જીતી…

ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતવાની રેસમાં 8 ટીમ છે, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ જેવી ટીમ પહેલી વખત પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ચુકી…
ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી, ધરતીપુત્રોને હાશકારો, જુઓ વીડિયો

ભરૂચ : મૌસમનો પહેલો વરસાદ વરસાદ લોકોમાં આનંદની લાગણી,…

ભરૂચ : દક્ષિણ ગુજરાતમાં સુરત સુધી મહેર કર્યા બાદ મેઘરાજાએ રીસામણા લીધા હતા. ભરૂચમાં મૌસમની શરૂઆતમાં મેઘરાજા ક્યારે હાજરી પૂરાવશે તે…
વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી, જુઓ વીડિયો

વલસાડ : ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં…

વલસાડ : દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી ગયા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *