
Breaking News : 146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં ‘ટાઈમ આઉટ’ થનાર પ્રથમ ખેલાડી બન્યો મેથ્યૂઝ, જાણો આઈસીસીનો નિયમ
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 11

ODI વર્લ્ડ કપ 2023માં આજે 6 નવેમ્બરના રોજ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં વિવાદ જોવા મળ્યો હતો.
શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટ્સમેન એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. તે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ટાઇમ આઉટ તે પ્રથમ ખેલાડી બની ગયો છે.
મેથ્યુઝ એક પણ બોલ રમ્યો ન હતો અને તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતુ. તેની સાથે બનેલી ઘટનાથી ક્રિકેટ જગતમાં વિવાદ સર્જાયો છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
સદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યુઝ બેટિંગ કરવા આવ્યો હતો. તેનું હેલ્મેટ યોગ્ય ન હતું અને તેને પહેરવામાં મુશ્કેલી થતી હતી.આવી સ્થિતિમાં તેણે પેવેલિયનમાંથી અન્ય હેમલેટ લાવવા કહ્યું, જે દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને મેથ્યુસ સામે આઉટ કરવાની અપીલ કરી.
Angelo Matthew given out as he reached 2 minute late on the crease to play . They call it Time out wicket What a joke is this #BANvSL pic.twitter.com/vy43deWYYc
— Asim Chaudhary (@Asim4chaudhary) November 6, 2023
અમ્પાયર મેથ્યુસ પાસે ગયા અને તેને પાછા જવા કહ્યું, મેથ્યુસ થોડીવાર અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો અને પછી પેવેલિયન પરત ફર્યો. અમ્પાયરના આ નિર્ણયથી મેથ્યુઝ સહિત આખી શ્રીલંકન ટીમ ચોંકી ગઈ હતી. પેવેલિયન પરત ફરતા સમયે મેથ્યુઝે ગુસ્સામાં પોતાનું હેલમેટ ફેંકી દીધુ હતુ.
નિયમ શું કહે છે?
નિયમ 40.1.1 મુજબ, વિકેટ પડી ગયા પછી, તેની પછીનો બેટ્સમેન 3 મિનિટની અંદર આગળનો બોલ રમવા માટે તૈયાર હોવો જોઈએ. જો આમ ન થાય તો બોલિંગ ટીમ અપીલ કરે તો બેટ્સમેનને આઉટ જાહેર કરી શકાય છે. આમાં બોલરને વિકેટનો શ્રેય મળતો નથી.
આ પણ વાંચો: કેએલ રાહુલ પર ગુસ્સે થયો રવીન્દ્ર જાડેજા, રોહિત શર્મા જોતો જ રહી ગયો