Breaking News : વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર: કતાર સામે ભારતની 0-3 થી હાર

Breaking News : વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર: કતાર સામે ભારતની 0-3 થી હાર

Breaking News : વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર: કતાર સામે ભારતની 0-3 થી હાર

ફિફા વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરના બીજા રાઉન્ડમાં ભારતીય ટીમને તેની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કતારે ભારતને 3-0થી હરાવ્યું હતું. 2022 ફિફા વર્લ્ડ કપની યજમાની કરી રહેલા કતારને હરાવવું ભારત માટે આસાન નહોતુ. હાર છતાં ભારતીય ટીમ ફિફા વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થવાની રેસમાંથી બહાર નથી.

આ મેચમાં કતારે શાનદાર શરૂઆત કરી હતી અને સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કતારે મેચની ચોથી મિનિટે ગોલ કરીને 1-0ની સરસાઈ મેળવી લીધી હતી. કતાર તરફથી મુસ્તફા મેશાલે એક કોર્નરમાંથી ગોલ કર્યો હતો. તે બોક્સની અંદર હતો અને ભારતીય ટીમ સમયસર બોલ ક્લિયર કરી શકી ન હતી.

આવી સ્થિતિમાં તેણે તકનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની ટીમને લીડ અપાવી. આ પછી, બંને ટીમોએ પ્રથમ હાફમાં ઘણા પ્રયાસો કર્યા, પરંતુ એક પણ ગોલ થઈ શક્યો નહીં. પ્રથમ હાફના અંતે કતારની ટીમ 1-0થી આગળ હતી.

 

બીજા હાફની શરૂઆતમાં કતારે બીજો ગોલ કરીને તેની લીડ 2-0થી વધારી દીધી હતી. અલ્મોઝ અલીએ 47મી મિનિટે કતાર માટે બીજો ગોલ કર્યો હતો. 86મી મિનિટમાં યુસુફે કતાર માટે ત્રીજો ગોલ કરીને પોતાની ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી લીધી હતી. અંતે સ્કોરકાર્ડ એ જ રહ્યું અને ભારતને 0-3ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો.

કતારે આ મેચમાં ગોલ કરવાના 20 પ્રયાસો કર્યા હતા. આમાંથી છ લક્ષ્યાંક પર હતા અને ત્રણમાં ટીમ સ્કોર કરવામાં સફળ રહી હતી. આ ટીમનો બોલ પર 54 ટકા કંટ્રોલ હતો. કતારે મેચમાં 416 પાસ કર્યા હતા. આમાંથી 79 ટકા પાસ યોગ્ય જગ્યાએ હતા. જો કે, આ ટીમે સાત ફાઉલ પણ કર્યા હતા.

જો ભારતની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ સાત વખત સ્કોર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાંથી કોઈ પણ નિશાના પર નહોતું. બોલ પર ભારતીય ટીમનો કંટ્રોલ 46 ટકા હતો. ભારતે 363 પાસ કર્યા અને 73 ટકા પાસ યોગ્ય જગ્યાએ હતા. ભારતે 14 ફાઉલ પણ કર્યા હતા. એક ભારતીય ખેલાડીને યલો કાર્ડ મળ્યું હતુ.

વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ભારતીય ટીમ

  • ગોલકીપર્સ: ગુરપ્રીત સિંહ સંધુ, અમરિંદર સિંહ, વિશાલ કૈથ
  • ડિફેન્ડર્સઃ સંદેશ ઝિંગન, મહેતાબ સિંઘ, લાલચુંગનુંગા, રાહુલ ભેકે, નિખિલ પૂજારી, આકાશ મિશ્રા, રોશન સિંહ નૌરેમ, સુભાષીષ બોઝ
  • મિડફિલ્ડર્સ: સુરેશ સિંહ વાંગજામ, અનિરુદ્ધ થાપા, લાલેંગમાવિયા અપુયા, બ્રાન્ડોન ફર્નાન્ડિસ, રોહિત કુમાર, સાહલ અબ્દુલ સમદ, લિસ્ટન કોલાકો, નોરેમ મહેશ સિંહ, ઉદંતા સિંહ
  • ફોરવર્ડ: સુનિલ છેત્રી, લાલિયાનઝુઆલા ચાંગતે, મનવીર સિંહ, ઈશાન પંડિતા, રાહુલ કેપી

આ પણ વાંચો: ભારતની હારનું કારણ બન્યું એમ્પાયરનું ડિસિઝન?, જાણો ડીઆરએસમાં અમ્પાયરના કોલનો નિયમ શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *