Breaking News: કંગનાનો મોટો આરોપ, ચંદીગઢ ઍરપોર્ટ પર CISFની મહિલા જવાને ચેકિંગ દરમિયાન મારી થપ્પડ

Breaking News: કંગનાનો મોટો આરોપ, ચંદીગઢ ઍરપોર્ટ પર CISFની મહિલા જવાને ચેકિંગ દરમિયાન મારી થપ્પડ

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર  ઘટના સામે આવી છે. CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું હતું. આનાથી આહત એક  CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે.

આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું. CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે સુરક્ષા તપાસ દરમિયાન આ કૃત્ય કર્યું હતું. આ પછી કંગનાની સાથે આવેલા મયંક મધુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે કંગનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ તે ફ્લાઈટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

સ્પષ્ટ, કઠોર, તીખી ટિપ્પણીઓ માટે જાણીતી છે કંગના

કંગના રણૌત તેની ફિલ્મોની સાથે, સ્પષ્ટવક્તા અને કઠોર ટિપ્પણીઓ માટે પણ જાણીતી છે. બોલીવુડમાં પરિવારવાદ પર તે અનેકવાર ખુલીને બોલી ચુકી છે. એક કિસ્સામાં તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીના
ના દિગ્ગજ જાવેદ અખ્તરે પણ એક કેસને લઈને તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

મીડિયા અને સોશિયલ મીડિયામાં હંમેશા હેડલાઈન્સમાં રહેનારી કંગનાએ ખેડૂતોના આંદોલનને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે તેમણે નાગરિકતા (સંશોધન) કાયદા પર પણ સરકારને સમર્થન આપ્યું હતું. સિનેમાના પડદા પરથી રાજકારણમાં પ્રવેશેલી કંગનાએ આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહને 74,755 મતોથી હરાવ્યા છે. કંગનાને 5 લાખ 37 હજાર 022 વોટ મળ્યા છે જ્યારે વિક્રમાદિત્ય સિંહને 4 લાખ 62 હજાર 267 મતોથી સંતોષ માનવો પડ્યો હતો. કંગનાનો જન્મ 23 માર્ચ 1987ના રોજ હિમાચલના મંડી જિલ્લામાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. કંગનાની માતા આશા રનૌત એક સ્કૂલ ટીચર છે અને તેના પિતા અમરદીપ રનૌત બિઝનેસમેન છે.

કંગનાએ ઘટના પર એક્સ પર આપી પ્રતિક્રિયા

બોલિવુડમાં  શાનદાર રહી છેે કંગનાની સફર

કંગના રનૌતની વાત કરીએ તો તે હિમાચલ પ્રદેશની રહેવાસી છે. મોડલિંગ બાદ તેણે 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની 18 વર્ષની ફિલ્મી કરિયરમાં કંગનાએ ડઝનેક ફિલ્મો કરી છે, જેમાં ફેશન, ક્વીન, ક્રિશ 3, તુન વેડ્સ મનુ અને ક્વીન જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Elon Musk એ X પર પોર્ન વીડિયોઝ અપલોડ કરવાની આપી મંજૂરી- શું આ નિર્ણય બાદ X ને ભારતમાં કરાશે બેન?- વાંચો

Related post

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં તેની કંપની Go Digitનો ફ્લોપ શો, 5 દિવસમાં 3.50 ટકા ઘટ્યા શેરના ભાવ

વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો, તો શેર માર્કેટમાં…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રોકાણવાળી કંપની Go Digit General Insuranceનું 23 મેના રોજ શેર બજારમાં લિસ્ટિંગ થયું હતું. BSE પર…
હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક લઈ લીધો છે, વારાણસીમાં PM મોદીના સંબોધનની 10 મોટી વાતો

હવે એવું લાગે છે કે માં ગંગાએ મને દત્તક…

લોકસભા ચૂંટણીના પરિણામો અને વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી છે.…
T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર ટીમ ઈન્ડિયા, રોહિત શર્માએ વિરોધીઓને આપી ખુલ્લી ‘ચેતવણી’

T20 World Cup 2024 : સુપર-8માં ધમાકો કરવા તૈયાર…

T20 વર્લ્ડ કપ 2024ના પ્રથમ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડ માટે તૈયાર છે. સુપર-8 રાઉન્ડ 19…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *