6 કલાક ચાલશે બિગ બોસ 17નો ફિનાલે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે

6 કલાક ચાલશે બિગ બોસ 17નો ફિનાલે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે

6 કલાક ચાલશે બિગ બોસ 17નો ફિનાલે, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 17ને વિનર મળવા જઈ રહ્યો છે. ત્રણ મહિના સુધી ચાલનારા આ શોને ટોપ 5 ફાઈનલિસ્ટ મળ્યા છે. મુંબઈના અંકિતા લોખંડે, ડોંગરીના મુનવ્વર ફારુકી, દિલ્હીની મન્નારા ચોપડા, પંજાબના અભિષેક કુમાર અને હૈદરાબાદના અરુણ મહાશેટ્ટી બિગ બોસના ફાઈનલિસ્ટ બન્યા છે. વિજેતાની જાહેરાત પહેલા બિગ બોસના મંચ પર સલમાન ખાન 6 કલાક સુધી લોકોનું મનોરંજન કરશે.

કલર્સ ટીવી પર 28 જાન્યુઆરીએ સાંજે 6 કલાકે બિગ બોસ 17નો ફિનાલે શરુ થશે. સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે 6 કલાક સુધી સલમાન ખાન લોકોનું મનોરંજન કરશે. તમે જિયો સિનેમા એપ પર 6 વાગ્યાથી આ શોનું સ્ટ્રીમિંગ જોઈ શકો છો.

દીપિકા અને હૃતિક ફિનાલેમાં ભાગ લેશે ?

‘ફાઇટર’ની ટીમ એટલે કે રિતિક રોશન અને દીપિકા પાદુકોણ બિગ બોસના ફિનાલેમાં ભાગ લઈ શકે છે. આ સિવાય ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચિયા, કૃષ્ણા અભિષેક અને ઓરી પણ બિગ બોસના ફિનાલેમાં પોતાનો જાદુ બતાવવાના છે.

વિજેતાને મળશે શાનદાર ટ્રોફી

ટ્રોફીની સાથે વિજેતાને 50 લાખ રૂપિયાની ઈનામી રકમ અને કાર પણ આપવામાં આવશે. પરંતુ ઘણી વખત છેલ્લા દિવસે યોજાયેલા કાર્યોમાં આ રકમ ઓછી થઈ જાય છે. જો બિગ બોસ ઈચ્છે તો સિઝન 17માં પણ ‘સુટકેસ’નો ટ્વિસ્ટ આવી શકે છે. જેમાં ટોપ 5 સ્પર્ધકોમાંથી એકને વિજેતાના ઇનામ તરીકે 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવશે અને આ પૈસા લીધા બાદ તેણે શો છોડવો પડશે. જો આમ થશે તો વિજેતાને મળેલી રકમમાંથી 10 લાખ રૂપિયા ઓછા થઈ જશે. આ ઉપરાંત, શોના પ્રાયોજકો દ્વારા તેમને ઘણા ઇનામો પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : ‘બિગ બોસ 17’માંથી આયેશા ખાન ઘરથી બેઘર ! મુન્નવર ફારુકીએ કહ્યું હુ દિલગીર છું, જુઓ અહી વીડિયો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *