
31 ઓક્ટોબરના મહત્વના સમાચાર: સુપ્રીમ કોર્ટમાં આજે ઇલેક્ટ્રો બોન્ડ પર મહત્વની સુનાવણી, અરવિંદ કેજરીવાલને ઈડીનું પુછપરછ માટે તેડુ
- GujaratOthers
- October 31, 2023
- No Comment
- 13

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન આજે કેવડિયા જશે, જ્યાં તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપશે. પીએમ ‘મેરા યુવા ભારત’ પ્લેટફોર્મ લોન્ચ કરશે. ઈલેક્ટ્રોલ બોન્ડ વિરુદ્ધની અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ અરજીઓની સુનાવણી કરશે. આ સાથે, આજના તમામ મોટા અપડેટ્સ માટે TV9 ના આ લાઇવ પેજ પર જોડાયેલા રહો.