2024 આવતા સુધીમાં રાહુલ ગાંધીમાં શું બદલાયુ, વિરાસતને પાછળ છોડી નવા ક્લેવરના રાહુલે કેવી રીતે કરી કમાલ- વાંચો

2024 આવતા સુધીમાં રાહુલ ગાંધીમાં શું બદલાયુ, વિરાસતને પાછળ છોડી નવા ક્લેવરના રાહુલે કેવી રીતે કરી કમાલ- વાંચો

2024 આવતા સુધીમાં રાહુલ ગાંધીમાં શું બદલાયુ, વિરાસતને પાછળ છોડી નવા ક્લેવરના રાહુલે કેવી રીતે કરી કમાલ- વાંચો

રાજકારણના અરીસામાં કોઈ તસ્વીરો કાયમી નથી હોતી. ચહેરો એક જ હોય છે.વ્યક્તિ બદલાઈ જાય છે. આપણે જે વિચારીએ છીએ તે અસલમાં તે હોતુ જ નથી. છબીઓ બનવી અને ભૂંસાઈ જવી એ રાજનીતિના સમયમાં એક નિયતિની જેમ હોય છે, ક્યારે કોનો ડંકો વાગી જાય નક્કી નથી હોતુ. એક સમયે ઘડિયાળ 6 વગાડે છે તો ક્યારેક 12 પણ વગાડી દે છે.

રાહુલ ગાંધી હવે ચશ્મા નથી પહેરતા. પરંતુ લોકોના જનમાનસ પર તેમની એ પહેલી તસ્વીર ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની અંતિમ યાત્રા સમયની અંકિત થઈ ગઈ છે. ઈન્દિરા ગાંધીના શબ પાસે એક નાનો બાળક ચશ્મા પહેરીને ઉભેલો હતો. ફ્રેમ બદલાઈ જા ઠે પરંચુ ચશ્મા રહે છે રાજીવ ગાંધીના શબ પાસે ઉભેલા રાહુલની આંખો પર પણ. ત્યારે રાહુલ ચશ્માથી દુનિયાને જોતા હતા. રાહુલનો એ ચહેરો વ્યક્તિગત હતો. ચહેરા પરના ચશ્મા, પિતાને ખોવાનું દુ:ખ અને તેની દુનિયા બધુ જ વ્યક્તિગત હતુ. સિવાય કે ત્યા હાજર કેટલાક રાજકીય લોકો.

Photo Courtesy Getty Images (Nickelsberg/Liaison)

એ બાદના રાહુલ 90ના દશકના અંતિમ વર્ષોના રાહુલ છે. માતા માટે વોટ માગતા રાહુલ. લોકો બહેન પ્રિયંકામાં ભવિષ્યની ઈન્દિરા ગાંધી જોઈ રહ્યા છે અને રાહુલમાં રાજનીતિ પ્રત્યે સંકોચ. આ સંકોચને દૂર કરવા માટે રાહુલ

આ પછીનો રાહુલ 90ના દાયકાના છેલ્લા વર્ષોનો રાહુલ છે. માતા માટે મત માંગે છે. લોકોને બહેન પ્રિયંકા ગાંધીમાં ભાવિ ઈન્દિરા અને રાહુલમાં રાજકારણ પ્રત્યે ખચકાટ દેખાઈ રહ્યો હતો. આ સંકોચમાંથી પોતાને બહાર કાઢવા માટે રાહુલે રાજકારણમાં પ્રવેશ કર્યો. વેરવિખેર હિન્દી, ભીડ પ્રત્યે અસહજતા, સમજવા- સમજાવવામાં મુશ્કેલી અને તાત્કાલિક નિર્ણય. રાહુલ રોડ શોમાં સતત ચહેરો બની રહ્યા અને 2004માં અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર બન્યા. રાહુલ માટે આ સૌથી આસાન જમીન હતી. જોયેલી જાણેલી હતી. અહીંથી રાહુલ ચૂંટણી જીતી ગયા. આ સિલસિલો 2014 સુધી ચાલુ રહ્યો અને રાહુલ ત્રણ વખત અમેઠીથી સંસદ પહોંચ્યા.

આ સમય દરમિયાન, પરિવાર અને પાર્ટીએ તેમને 2007માં વિદ્યાર્થી સંગઠન NSUIની જવાબદારી આપી. તેમને પાર્ટીના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા. રાહુલે લિંગદોહની ભલામણોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી એકમમાં અનેક પ્રયોગો કર્યા, જો કે તે એટલા સાર્થક ન નીવડ્યા. મહાસચિવ તરીકેના તેમના કાર્યકાળ વિશે સૌથી મોટી ઘટના જે લોકોના જેહનમાં આજે પણ યાદ હોય તો એ છે સજા પામેલા જનપ્રતિનિધિઓને રોકવાના મનમોહનસિંઘના ઓર્ડિનેન્સને ફાડીને રાજનીતિમાં તેમનો માર્ગ મોકળો કરી દેવો અને પોતાની જ પાર્ટીના વડાપ્રધાનની જાહેરમાં નાલેશી કરવી.

વારસાનું બંધન

નરસિંહ રાવ અને સીતારામ કેસરી દ્વારા સોનિયા ગાંધીના નેતૃત્વમાં આરામદાયક બનેલી અને 10 વર્ષ સુધી સત્તા ભોગવનાર પક્ષ માટે રાહુલ એક અસ્વસ્થ વારસદાર બની રહ્યા હતા. રાહુલની શૈલી પર સવાલ ઉઠવા લાગ્યા. રાહુલની ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા. રાહુલની રાજનીતિ બાબતે ગંભીર કે પરિપક્વ નથી એવો પ્રચાર થવા લાગ્યો. બાકી રહેલી કસર અન્ના આંદોલન અને કોંગ્રેસની રાજનીતિના વિરોધી પક્ષોએ પુરી કરી. સોશિયલ મીડિયાની શરૂઆત હતી અને તેમા નીંદારસની ચાસણીમાં પડેલી માખીની રાહુલ દરેક વ્યક્તિ માટે કોઈપણ વ્યંગ કે ઉપહાસ માટેનું સહજ માધ્યમ બની ગયા હતા.

 

બીજી તરફ, રાહુલ પોતાની રીતની રાજનીતિ માટે પાર્ટીની અંદર અને બહાર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસને આળસનો માર પડ્યો હતો. જમીન પર કોઈ કાર્યકરો નહીં અને તેમના ખભા પર અનેક માથાઓનો બોજ. 2014માં જ્યારે પાર્ટીની હાર થઈ ત્યારે રાહુલે નવી કોંગ્રેસ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. પરંતુ હારના રણમાં, મોદી મોડલ અને એક બાદ એક નિષ્ફળ રહેતા સુધારાના કારણે રાહુલ વધુને વધુ ઘેરાતા ગયા. અનેક નેતાઓ પાર્ટી છોડી જતા રહ્યા. અનેક લોકોએ સોનિયા અને ક્યારેક પ્રિયંકા ગાંધીને જમાતની સંભાવના ગણાવીને રાહુલનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું.

આ સમયગાળા દરમિયાન રાહુલ વિપક્ષ માટે પપ્પુ અને પાર્ટી માટે મુશ્કેલી બની ગયા હતા. 2013માં પાર્ટીના ઉપાધ્યક્ષ અને 2017માં કોંગ્રેસ અધ્યક્ષ પદે પહોંચ્યા હતા, પરંતુ 2019ની હારએ બળવાને શબ્દો આપી દીધા હતા. રાહુલ અમેઠી બેઠક પણ હારી ચુક્યા હતા અને કોંગ્રેસમાં જૂથવાદ હવે ખૂલીને સપાટી પર આવવા લાગ્યો અને જનતાની ચર્ચાનો વિષય પણ બની ગયો.

અનેક એવા પાયાના ચહેરાઓ જેમા કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, સંદીપ દીક્ષિત, ગુલામ નબી આઝાદ, આરપીએન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, કેપ્ટન અમરિન્દર, વીરેન્દ્ર સિંહ, અશ્વિની કુમાર, એસએમ કૃષ્ણા, અશોક ચવ્હાણ, જેમણે કાં તો પાર્ટી છોડી દીધી અથવા તો બળવો કર્યો. ચૂંટણીમાં પણ રાહુલના પ્રયોગો જમીન પર જીતમાં તબદીલ ન થયા. કોંગ્રેસ અને રાહુલ સતત નબળા પડતા ગયા.

ભારત યાત્રા અને સામાજિક ન્યાય

રાહુલની રાજકીય સફરમાં ભારત જોડો યાત્રા એક મહત્વપૂર્ણ પડાવ બનીને આવી. અત્યાર સુધી રાહુલ ચશ્મામાં જ હતા. પરંતુ હવે ચશ્મા ઉતારવાનો વારો હતો. આંખો પરથી નહીં નજરથી. એક જૂની ફ્રેમમાંથી નીકળી રાહુલે દેશ, સમાજ અને જનતાને નવેસરથી જોવાનુ શરૂ કર્યુ. દેશ વિશેની તેની માન્યતા બદલાઈ ગઈ અને તેના વિશેની દેશની ધારણામાં પણ બદલાવ આવ્યો. પહેલીવાર લોકોએ જોયુ કે કફની પાયજામામાંથી હવે સફેદ ટી-શર્ટમાં આવેલ આ યુવા ચહેરો કંઈક તો કરી રહ્યો છે. તેની વધેલી, વિખરાયેલી દાઢી પાછળ લોકોએ હવે ઈમાનદાર છબી પણ દેખાવા લાગી અને રાહુલ પ્રત્યેના નેગેટિવ નેરેટિવમાં પણ એક ઢીલ આવી.

ભારત જોડો યાત્રા રાહુલની રાજકીય સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની હતી. અત્યાર સુધી રાહુલે ચશ્મા પહેર્યા હતા. પણ હવે ચશ્મા ઉતારવાનો વારો હતો. આંખોથી નહીં, દૃષ્ટિથી. જૂની ફ્રેમમાંથી બહાર આવીને રાહુલે દેશ, સમાજ અને લોકોને નવેસરથી જોવાનું શરૂ કર્યું. દેશ વિશેનો તેમનો ખ્યાલ બદલાયો અને તેમના વિશેની ધારણા પણ બદલાઈ ગઈ. સફેદ ટી-શર્ટ પહેરેલો આ યુવાન ચહેરો પહેલીવાર લોકોને લાગ્યું કે કંઈક કરી રહ્યો છે. લોકોએ આ વિખરાયેલી અને વધુ પડતી ઉગી ગયેલી દાઢી પાછળ ઈમાનદારી જોઈ અને રાહુલ પ્રત્યેની નકારાત્મક વાતને વેગ મળવા લાગ્યો.

બીજો મોટો મંત્ર બન્યો સામાજિક ન્યાય. રાહુલે હવે મહિલાઓ,પછાત સમાજ, દલિત, લઘુમતી, આદિવાસી અને ગરીબોના અધિકારો અને હિતોના મુદ્દાને પોતાની ભાષા બનાવી. રાહુલનું નેરેટિવ હવે એક પ્રોપીલ નેરેટિવ બન્યુ છે. રાહુલે સીધો કોર્પોરેટ પર પ્રહાર કરવાનું શરૂ કર્યુ. કોઈ રહેમ વિના. અધિકાર આપનારા સુધારાની વાતો કરવા લાગ્યા. નીતિગત ભ્રષ્ટાચાર પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યુ. જે લોકો આર્થિક પછાત છે તેમને ચૂંટણી ઢંઢેરામાં વિશેષ સવલતો આપવાની ગેરંટી આપી. આ તમામ વચ્ચે મોટા શબ્દો છે જાતિગત ન્યાય, બંધારણની સુરક્ષા અને અનામત પર થતા પ્રહાર રોકવા.

દેશની આબાદીનો મોટો હિસ્સો આ નેરેટિવ સાથે રિલેટ કરે છે. આ ચૂંટણીમાં ફરી જોવા મળ્યુ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તરફ મુસ્લિમ વોટોની વાપસી થઈ રહી છે. દલિતોના પ્રતિનિધિઓ પણ એકબાદ એક સમર્પણ કરતા જોવા મળી રહ્યા છે. દેશની આબાદીના એક મોટા હિસ્સાને હવે રાહુલની અંદર પોતાના માટે સંભાવનાઓ દેખાય છે. જાતિઓમાંથી બહાર આવી સામાજિક ન્યાય માટે રાહુલે મશાલ ઉઠાવી છે.

2024 ના રાહુલ

સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ રાહુલ નવા અવતારમાં બધાની સામે છે. ચશ્મા નીકળી ગયા છે.તોફાન શાંત થયુ છે. પાર્ટીની અંદરનો વિરોધ કાં તો શાંત થઈ ગયો છે કાં તો આત્મસમર્પણ કરી ચુક્યો છે અથવા તો ચૂંટણી હારીને પોતાની છેલ્લી તક ગુમાવી ચુક્યો છે. માતાપિતાની નજીક રહેલા મોટા ચહેરાઓ હવે પડદા પાછળ જતા રહ્યા છે. વિરાસતના મોટાભાગના પરિવારો હવે નતમસ્તક છએ અથવા તો લકવો મારી ગયો છે. હવે રાહુલની વિચારધારા જ કોંગ્રેસની વિચારધારા છે. રાહુલની વિચારસરણી જ કોંગ્રેસનું નેરેટિવ છે. હવે બધાના કેન્દ્રમાં રાહુલ છે.

આજે જે કોંગ્રેસ છે તે રાહુલની કોંગ્રેસ છે. રાહુલના લોકો હવે કોંગ્રેસનું સંગઠન સંભાળી રહ્યા છે. જૂના મેનેજરો હવે મીટીંગ પૂરતા મર્યાદિત છે. ધીમે ધીમે ત્યાં ભીડ પણ ઓછી થશે. પાર્ટીમાં નવા ચહેરાઓ ઉભરી આવ્યા છે. જેમને રાજ્યોમાં મજબુત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સમિતિઓમાં પણ તેમનું પ્રતિનિધિત્વ વધ્યું છે. રાહુલ આજની કોંગ્રેસને આકાર આપી રહ્યા છે અને તેના જૂના કવચમાંથી બહાર આવીને આગળ વધી રહ્યા છે.

15 વર્ષમાં આ પહેલી ચૂંટણી છે જ્યારે રાહુલ અને પપ્પુ શબ્દનો એકસાથે ઉપયોગ નથી થયો. વિરોધીઓ અને વિપક્ષો સમજી ગયા છે કે રાહુલ હવે પપ્પુ નથી અને એમને એમ કહીને નુકસાન સિવાય કશું મળવાનું નથી. સોશિયલ મીડિયા પર રાહુલને સાંભળનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ વખતે ટીવી પર કોંગ્રેસની જાહેરાતો ભાજપની જાહેરાતો પર ભારે પડી.જુના ઈટરવ્યુની રીલ દ્વારા જે ટ્રોલિંગનો રાહુલે સામનો કરવો પડ્યો હતો તેના કારણે આ વખતે મીડિયા રાહુલના ઈન્ટરવ્યુથી વંચિત રહ્યુ. રાહુલે આ પ્રકારે મીડિયાને તકથી વંચિત રાખ્યું અને એક કડક સંદેશ પણ આપ્યો.

યુપીના જનાદેશમાં રાહુલની મોટી ભૂમિકા છે. દલિતોને સમાજવાદી પાર્ટીના બટન સુધી લાવવાનું આસાન નહોતું. પીડીએનો ફોર્મ્યુલા અખિલેશ માટે રામબાણ ઈલાજ હતો પરંતુ રાહુલે તેમના માટે એત સેતુનું કામ કર્યું હતું. બંધારણ અને અનામતનો નેરેટિવ એક મુદ્દો બની ગયો હતો. પરંતુ ખરો પડકાર દલિતોના મતો સપામાં શિફ્ટ કરવાનો હતો.તેને રાહુલના પ્રયાસોથી જ સફળતા મળી શકી.

યુપીમાં છેલ્લા 10 વર્ષોમાં મુસ્લિમ મતો વહેંચાયેલા જોવા મળ્યા. સપા અને બસપા વચ્ચે લટકેલી આ વોટબેંક છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ તરફી જતી જોવા મળી. અખિલેશે આ મૂડ-શિફ્ટને 2024ની શરૂઆતમાં જ પારખી જઈ અગાઉ ફેલ થઈ ચુકેલી તેમની જોડીને ફરી એક ચાંસ આપ્યો. સપાનોનો જૂનો MY ફોર્મ્યુલા એટલે જ સફળ થયો કારણ કે કોંગ્રેસ તેની સાથે જોવા મળી.
આજે કોંગ્રેસ મજબુત સ્થિતિમાં છે. એનડીએને સ્પષ્ટ બહુમતી પણ મળી છે. પરંતુ ત્યાં પણ બેલેન્સ નથી જોવા મળતુ. આવનારા દિવસોમાં કોંગ્રેસ વધુ મજબુત થઈને દેશની સામે એક મજબુત વિપક્ષની ભૂમિકામાં જોવા મળશે. રાહુલ તેના હિરો હશે. એવુ નથી કે રાહુલ સામે પડકારો નથી કે તેનામાં કોઈ કમી નથી.પરંતુ રાજનીતિમાં આદર્શ હોવુ જરૂરી નથી. રાજનીતિમાં ચશ્મામાંથી બહાર દેખાવુ જરૂરી હોય છે. દૂર સુધી જોવુ જરૂરી હોય છે. મહોબ્બતની દુકાન હવે શરૂ થઈ ગઈ છે અને તે નવા ગ્રાહકોની રાહ પણ જોઈ રહી છે.

 

Related post

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ સર્જાયું, જુઓ વીડિયો

ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ વરસ્યો, નયનરમ્ય વાતાવરણ…

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ અટકી જવાની એક તરફ ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા ડાંગમાં…
આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી…

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી સુધી ચોમાસું…
Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી સપાટીએ શરૂઆત, Sensex 77235 પર ખુલ્યો

Share Market Opening Bell : ભારતીય શેરબજારની નવી વિક્રમી…

Share Market Opening Bell : ત્રણ દિવસની રજા પછી આજે ભારતીય શેરબજાર ખુલ્યું છે. આ અગાઉ શુક્રવારે છેલ્લા સત્રમાં સેન્સેક્સ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *