200 દિવસ પછી પુષ્પા 2થી અલ્લુ અર્જુન ધૂમ મચાવશે, રિલીઝ ડેટ થઈ કન્ફર્મ

200 દિવસ પછી પુષ્પા 2થી અલ્લુ અર્જુન ધૂમ મચાવશે, રિલીઝ ડેટ થઈ કન્ફર્મ

200 દિવસ પછી પુષ્પા 2થી અલ્લુ અર્જુન ધૂમ મચાવશે, રિલીઝ ડેટ થઈ કન્ફર્મ

જ્યારે અલ્લુ અર્જુનની સમગ્ર ભારતમાં ફિલ્મ ‘પુષ્પા ધ રાઇઝ’ રીલિઝ થઈ હતી. ત્યારે નિર્માતાઓને તેની સફળતાનો કોઈ અંદાજ નહોતો. પરંતુ ડિસેમ્બર 2021માં લોકડાઉન પછી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા છે. આ ફિલ્મ માટે સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મની સફળતા જોઈને મેકર્સે પુષ્પા 2ની જાહેરાત કરવામાં જરા પણ મોડું કર્યું નથી. ત્યારથી લઈને અત્યાર સુધી ફેન્સ પુષ્પાની બીજી સિરીઝ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મેકર્સે ફિલ્મને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય

ફેન્સ ઘણા સમયથી અલ્લુ અર્જુનની પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ધ રાઇઝ દેશભરના સિનેમાઘરોમાં જોરદાર હિટ રહી હતી. આવી સ્થિતિમાં લોકોને પુષ્પા 2 પાસેથી ઘણી આશાઓ છે કે સારી સ્ટોરી વણવામાં આવી હશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. તેનાથી લોકોમાં ધૂમ મચી ગઈ હતી. પછીથી તે 8 એપ્રિલ 2023ના રોજ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર રિલીઝ થઈ. ફિલ્મ માટે લોકોના ઉત્સાહનો અંદાજ ટ્રેલરને મળેલા પ્રેમ પરથી લગાવી શકાય છે.

જુઓ પોસ્ટ…………

 

View this post on Instagram

 

A post shared by Pushpa (@pushpamovie)

(Credit source : Pushpa)

‘પુષ્પા 2’ 200 દિવસ પછી થશે રિલીઝ

મેકર્સે હવે Mythri Movies ના બેનર હેઠળ બની રહેલી પુષ્પા 2 ને લઈને મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત ફિલ્મની રિલીઝ ડેટ સાથે જોડાયેલી છે. વાસ્તવમાં નિર્માતાઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, હવે ‘પુષ્પા 2’ની રિલીઝમાં માત્ર 200 દિવસ બાકી છે. 200 દિવસમાં એટલે કે 15મી ઓગસ્ટ 2024ના રોજ અલ્લુ અર્જુન પુષ્પરાજના રૂપમાં ફરીથી તેના ફેન્સનું મનોરંજન કરશે.

ભાગ 2 પાસેથી ઘણી આશાઓ છે

સાઉથના પ્રખ્યાત નિર્દેશક સુકુમારે ‘પુષ્પા ધ રૂલ’નું નિર્દેશન કર્યું છે. ફિલ્મના પહેલા ભાગની જેમ આ વખતે પણ અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પહેલા ભાગની સફળતા બાદ હવે નિર્માતાઓ અને ફેન્સને ભાગ 2 પાસેથી ઘણી આશાઓ રાખી રહ્યા છે. આવી સ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે શું ફિલ્મ આ આશાઓ પર ખરી ઉતરે છે કે નહીં?

Related post

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા સમંદર હૂ ખુલા આસમાન નહીં – જેવી શાયરી વાંચો

Attitude Shayari : મુઝે સમજના ઈતના આસાન નહી, ગહરા…

વક્ત રહતે પસીના બહાલો, વરના બાદ મેં આંસૂ બહાના પડેગે અકેલે હૈ મુઝે કોઈ ગમ નહી, જહાં ઈજ્જત નહી વહાં હમ…
દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના આવી સામે, યુવકોએ બનાવેલો જોખમી વીડિયો થયો વાયરલ

દ્વારકા : સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના…

તાજેતરમાં પીએમ મોદીએ દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ છે. ત્યારે દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની છે.…
મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં…

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *