
સુરત સામુહિક આપઘાત કેસમાં ઘટના પાછળનું મૂળ કારણ સામે આવ્યું, જાણો હકીકત વિડીયો દ્વારા
- GujaratOthers
- November 9, 2023
- No Comment
- 10
સુરત સહિત સમગ્ર રાજયમાં ભારે ચકચારી બનેલા સોલંકી પરિવારના સાત સભ્યોના અપમૃત્યુ કેસમાં પોલીસે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. મનીષ સોલંકીએ પરિવારના 4 સભ્યોને ઝેરી દવા પીવડાવી બે લોકોનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યા પછી પોતે ફાંસો ખાધો હતો.
મનીષે ભાગીદારના ત્રાસના કારણે પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે. મનીષના ઘરેથી વધુ એક સૂસાઇડ નોટ મળી હતી જેમાં આ બાબતનો ઉલ્લેખ હોવાથી પોલીસે ભાગીદારની ધરપકડ પણ કરી છે.
અડાજણ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પાલનપુર પાટીયા વિદ્યાકુંજ સ્કુલ પાછળ સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા અને ફનિર્ચર ના વ્યવસાય સાથે સંકળાયેલા મનિષ ઉર્ફે શાંતુભાઈ કનુભાઈ સોલંકીએ ગત ૨૮મી ઓક્ટોબરના રોજ સવારે પોતાના ઘર પરિવારની હત્યા કરી આપઘાત કર્યો હતો.