ભારત પરના આક્રમણકારો સામેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર, ભૂગર્ભ ટનલ અને ગુપ્ત માર્ગો હજુ પણ જળવાયેલા છે સ્મારકમા, જુઓ વીડિયો

ભારત પરના આક્રમણકારો સામેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર, ભૂગર્ભ ટનલ અને ગુપ્ત માર્ગો હજુ પણ જળવાયેલા છે સ્મારકમા, જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવાય છે. ભારતના પૂર્વમાં આવેલ આસામ રાજ્યમાં દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. આસામ રાજ્ય એ વન્ય, સાંસ્કૃતિક વારસો સાચવી રહ્યું છે. 1752માં બાંધવામાં આવેલ તલાતાલ ઘર એ આસામની સાંસ્કૃતિક વિરાસતમાંનું એક સ્થાપત્ય છે.

આસામના શિવસાગર જિલ્લામાં આવેલ તલાતાલ ઘર સ્વર્ગદેવ જયધ્વજ સિંઘ દ્વારા ઈ.સ. 1752માં બાંધવામાં આવેલુ હતું. જેનુ જતન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તલાતાલ ઘર અહોમ રાજાઓના શાહી મહેલ તરીકે ઓળખાય છે. વહીવટી અને લશ્કરી કામગીરી માટેનું કેન્દ્ર પણ ગણાય છે. તલાતાલ ઘર આક્રમણકારો સામેની લડાઇઓ સહિત નોંધપાત્ર ઐતિહાસિક ઘટનાઓનુ સાક્ષી રહ્યું છે. તલાતાલ ઘર સ્મારકમાં ભૂગર્ભ ટનલ, ગુપ્ત માર્ગો અને બહુમાળી ચેમ્બર આવેલી છે.

તલાતાલ ઘરના સ્થાપત્ય, અખંડિતતા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વ્યાપક પ્રયાસો હાથ ધર્યા છે. આ તલાતાલ ઘર આસામના ડિબ્રુગઢ એરપોર્ટથી 80 કિલો મીટરના અંતરે આવેલ છે. તલાતાલ ઘર ઐતિહાસિક સ્મારકની મુલાકાતે આવનારા પ્રવાસીઓ સવારના 9:00 થી સાંજના 5:00 વચ્ચે મુલાકાત લઈ શકે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિ સ્મારક તલાતાલ ઘરની જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા રુ. 20 પ્રવેશ ફી વસુલવામાં આવે છે.

તલાતાલ ઘર એ આસામના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક છે. ભાવિ પેઢી માટે તલતાલ ઘરનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે.

With input from Jagadish Prajapati

Related post

મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને ખાત્મો બોલાવ્યો ?

મહિનાઓથી ઈઝરાયલના નિશાને હતો નસરાલ્લાહ, જાણો કેવી રીતે શોધીને…

ફવાદ શુક્ર, ઈસ્માઈલ હાનિયા અને રેસિસ્ટેંસના ડઝનેક મધ્યમ અને ઉચ્ચ સ્તરીય કમાન્ડરોને માર્યા પછી, ઈઝરાયેલે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને પણ મારી…
આ ગુજરાતી ગાયકના લોહીમાં છે સંગીત, દાદા, પિતા, દિકરાનું ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે

આ ગુજરાતી ગાયકના લોહીમાં છે સંગીત, દાદા, પિતા, દિકરાનું…

ઓસમાણ મીર એક ભારતીય પ્લેબેક સિંગર છે જે લાંબા સમયથી બોલિવુડ અને ગુજરાતી ફિલ્મોમાં ગીત ગાય છે. તેઓ લોકગાયક, ગઝલ, ભજન,…
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર

અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા…

વિદેશ મંત્રી એસ જયશંકરે, ગઈકાલ શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *