
નર્મદા : વનકર્મીઓને ધમકાવવા મામલે ધારાસભ્યના પત્ની સહીત 3ના પોલીસે રિમાન્ડ મેળવ્યા , જુઓ વિડીયો
- GujaratOthers
- November 9, 2023
- No Comment
- 15
નર્મદા: વનકર્મીઓને ધમકાવી એક રાઉન્ડ ફાયરિંગ કરવાના મામલામાં હજુ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. નર્મદા પોલીસે ચૈતર વસાવા સહીત ૩ લોકો સામે થયેલ ફરિયાદના મામલે ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાના 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે . બીજી તરફ ખેડૂત રમેશ ગિમ્બા અને ધારાસભ્યના અંગત મદદનીશ જીતેન્દ્રના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
નર્મદા જિલ્લા કોર્ટમાં રિમાન્ડ માટે કરી હતી રિવિઝન અરજી કરી હતી. ચૈત્ર વસાવાના પત્ની શકુંતલા વસાવા હાલ વડોદરા SSGમાં સારવાર હેઠળ છે. તેમના રિમાન્ડ મેળવી પૂછપરછ માટે તેમના હોસ્પિટલમાંથી રજા મળવાનો પોલીસે ઇંતેજાર કરવો પડશે. શકુન્તલા વસાવાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ પોલીસ કસ્ટડીમાં લઈને પૂછપરછ કરાશે.