
હેલ્થ વેલ્થ : શિયાળામાં આટલી વાતોનુ રાખજો ધ્યાન, શરીરમાં નહીં આવે કોઈ બીમારી
- GujaratOthers
- November 3, 2023
- No Comment
- 7
શિયાળાની ઋતુમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે શરીરની કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. કારણ કે શિયાળામાં ઠંડીને કારણે અનેક સમસ્યાઓનો ખતરો રહે છે.
વધુ પડતો ખોરાક ખાવાનું ટાળો શિયાળાની ઋતુમાં ભૂખ વધુ લાગે છે. શિયાળામાં વધુ પડતો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. જો તમને વારંવાર ભૂખ લાગી રહી છે તો ફક્ત ફાઈબરયુક્ત શાકભાજી અથવા ફળો જ ખાવા જોઈએ.
જરુર કરતાં વધુ કપડાં ન પહેરવા શિયાળાની ઋતુમાં ઠંડીથી બચવા ઘણા લોકો જરૂર કરતાં વધુ પડતાં કપડાં પહેરે છે. પરંતુ વધુ પડતાં કપડાં પહેરવાથી શરીર વધુ પડતી ગરમીનો શિકાર બની શકે છે. શરીરની વધુ પડતી ગરમીને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના કારણે શરીરમાં અનેક સમસ્યા ઉદભવે છે.
લાંબા સમય સુધી ગરમ પાણીમાં સ્નાન ન કરવું શિયાળાની ઋતુમાં ઘણા લોકો લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરે છે. લાંબા સમય સુધી ગરમ પાણીથી નહાવાથી શરીર પર આની ખરાબ અસર પડે છે. તમને જણાવી દઈએ કે સ્નાન કરવામાં ગરમ પાણીનો વધુ પડતો ઉપયોગ ત્વચાના કેરાટિન નામના કોષોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને ફોલ્લીઓની સમસ્યા થઈ શકે છે.
બહાર નીકળવામાં આળસ ન કરવી શિયાળામાં ઠંડીને કારણે ઘણા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ઘરમાં રહેવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. ઘરમાં રહેવાથી તમારી શારીરિક પ્રવૃત્તિ નબળી પડી શકે છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. જોકે રોજ બરોજ કસરત અને યોગ કરવા જોઈએ.
સૂવાના સમયે પૂરતી ઊંઘ લો શિયાળાની ઋતુમાં દિવસ ટૂંકા અને રાત લાંબી હોય છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે, સૂવાના સમયે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નથી થઈ રહી તો તેની પર તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે.
કેફીનનું વધુ પડતું સેવન ન કરો શિયાળાની ઋતુમાં ઘણા લોકો ચા કે કોફીનું વધુ સેવન કરવાનું શરૂ કરી દે છે. તેમનું માનવું છે કે આ ગરમ ચા અને કોફી થી શરીરમાં હુંફ રહે છે, પરંતુ ચા અને કોફીનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પણ પહોંચાડે છે. કેફીનનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.
ઓછું પાણી પીવું સામાન્ય રીતે ઘણા લોકો શિયાળામાં પાણી પીવાનું ઓછું કરી દે છે. પરંતુ સ્વસ્થ અને ફિટ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પાણીની માત્ર ઘટવાને કારણે વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.