
હેલ્થ વેલ્થ : બદલાતા હવામાન અને પ્રદૂષણને કારણે સર્જાય છે ગળાની સમસ્યા, તો આ આયુર્વેદિક ટિપ્સ છે સમાધાન
- GujaratOthers
- November 1, 2023
- No Comment
- 12

સ્વાભાવિક છે કે જો ગળામાં થોડી પણ સમસ્યા હોય તો તેના કારણે શરીરના અન્ય અંગો પણ પ્રભાવિત થાય છે. જો ગળામાં દુખાવો થાય છે, તો તેનાથી તાવ પણ આવી શકે છે. પરંતુ પ્રદૂષણની માત્રામાં વધારો થતાં જ આ તમામ સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી થવા લાગે છે. તો આવી સ્થિતિમાં, તમારે તમારા ગળાની સંભાળ રાખવા માટે આ સરળ પદ્ધતિઓ અપનાવવી જેનાથી તમને આ સમસ્યામાથી રાહત મળી શકશે.
બદલાતા વાતાવરણને કારણે ગળું દુખવાની સમસ્યા માટે આ છે ઉપાય
હળદર વાળું દૂધ પીવું
હળદરમાં ગરમ સ્વભાવ હોય છે જે ગળા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. મહત્વનુ છે કે હળદરમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલા છે અને સાથે દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે. પરંતુ આ બંનેને એકસાથે લેવાથી તેના અનેક ફાયદા છે. ફક્ત ગળાની સમસ્યા જ નહીં પરંતુ હળદરનું દૂધ શરીરમાંથી બેક્ટેરિયાને પણ દૂર કરે છે. હળદરવાળું દૂધ પ્રદૂષણ અને વાતાવરણ બદલાવને કારણે થતા ગળાના દુખાવામાં પણ રાહત આપે છે.
વિટામિન C નું સેવન કરવું
જો શરીરમાં એક બાદ એક સમસ્યાઓ દેખાવા લાગે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરી રહી નથી. તો આવી સ્થિતિમાં શરીરને રોગોથી લડવા અને બચાવવા માટે વિટામિન C લેવું જોઈએ. તમે ફળ, દવા, લીંબુ ચા અથવા આમળા દ્વારા કોઈપણ સ્વરૂપમાં વિટામિન સી લઈ શકો છો.
દરરોજ મીઠાં વાળા ગરમ પાણીના કોગળા (ગર્ગલ) કરવા
નોર્મલ હુંફાળું પાણી અને તેના મીઠું નાખી કોગળા કરવાથી ગળામાં થતી દુખાવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને ગળાના ઈન્ફેક્શનને દૂર કરવામાં મીઠા વાળા પાણીના કોગળા કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આનાથી ગળામાં ઈન્ફેક્શનના કારણે થયેલો સોજો ઓછો થાય છે અને મોઢામાં રહેલા તમામ બેક્ટેરિયા પણ મરી જાય છે. ગળામાં ઇન્ફેક્શન થવાના ઘણા કારણો છે જેમ કે રાત્રે કંઈક ઠંડું ખાવું, ગરમ ખોરાક આરોગ્ય બાદ ઠંડો ખોરાક ખાવો જેવા અનેક કારણો જવાબદાર છે.
આ પણ વાંચો : હેલ્થ વેલ્થ : તમારા ચહેરા પર દેખાતા આ 7 લક્ષણોથી જાણી શકશો કે કેવું છે તમારું સ્વાસ્થ્ય, જુઓ વીડિયો
ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળો
જ્યારે પણ કોઈને ગળામાં કોઈ સમસ્યા હોય તો તેણે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે ઠંડી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઇએ. કારણ કે ઠંડી વસ્તુઓ ખાવા કે પીવાથી ગળાની સમસ્યામાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, શક્ય હોય ત્યાં સુધી ફક્ત ગરમ વસ્તુઓનો જ ઉપયોગ કરવાઓ જોઇએ. તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ, કારણ કે ગળામાં નાની સમસ્યા જેવી લાગે છે તે પણ મોટી સમસ્યા બની શકે છે.
ગળાની ગરમ વરાળ શરીર માટે ફાયદાકારક
જ્યારે પણ તમે બહારથી આવો છો, ત્યારે તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. જેને દૂર કરવા માટે તમારે તમારી સંભાળ લેવાની જરૂર છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તમને ખાંસી, શરદી અથવા ગળામાં દુખાવો થાય ત્યારે તમારે ગરમ પાણીની વરાળ લેવી જોઈએ, કારણ કે સ્ટીમ લેવાથી ગળા અને નાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે.
(Desclaimer : અહીં આપવામાં આવેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)
હેલ્થ અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો