
હિંમતનગર કોટન સહકારી જીનમાં વેલ્ડીંગ કામ કરતા આગ ફાટી નીકળી, ફાયર ટીમે મેળવ્યો કાબૂ
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 12
હિંમતનગર શહેરમાં આવેલ સહકારી કોટન જીનમાં આગ લાગવાને લઈ કારણે અફરાતફરી મચી ગઈ હતી. એકાએક જ કોટન જીનમાં આગ પ્રસરતા અને કોટનનો જથ્થો જીનમાં મોજૂદ હોવાને લઈ જીન અને આસપાસમાં રહેલા લોકોમાં ઘડીકભરતો ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે જીનની ફાયર સેફ્ટી વ્યવસ્થા સમયે કામ આવતા આગને વધુ ફેલાતા રોકવાનો પ્રયાસ થઈ શક્યો હતો.
આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
આગ લાગવાનુ કારણ મશીનરીનુ સમારકામ કરવા દરમિયાન વેલ્ડીંગ મશીનનો ઉપયોગ હોવાનુ સામે આવ્યુ હતુ. વેલ્ડીંગ મશીનનો ઉપયોગ કોટન જીનમાં કરાતા તણખાં વેલ્ડીંગના ઝરતા તે હવાથી કોટનના જથ્થામાં લાગતા જ આગ પ્રસરી હતી. આગને પગલે સ્થાનિક ફાયર ટીમને જાણ કરાઈ હતી. ફાયરની ટીમો ઝડપભેર આવી પહોંચતા આગને કાબૂમાં લઈ શકાઈ હતી. આગને કારણે મશીનરીને નુક્સાન પહોંચ્યુ હોવાનુ સામે આવ્યુ છે. જોકે આગને મામલે હવે તપાસ કાર્યવાહી હાથ ધરાશે અને બેદરકારી હોવા અંગે પણ તપાસ કરાશે.