
હિંમતનગરમાં તસ્કરો અને વાહનચોરોનો ત્રાસ, બુકાનીધારી બાઈક ચોર CCTVમાં કેદ, જુઓ
- GujaratOthers
- November 21, 2023
- No Comment
- 11
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓનુ પ્રમાણ વધી ચૂક્યુ છે. જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં હવે વાહન ચોરીની ઘટનાઓ પણ વધવા લાગી છે. હિંમતનગર શહેરના ખાડીયા વિસ્તારમાં બે શખ્શો રાત્રીના દરમિયાન બાઈખ ચોરી કરીને ભાગી જતા CCTVમાં કેદ થયા છે.
આ પણ વાંચોઃ રમ વિશે કરવામાં આવતા દાવા કેટલા સાચા, ખરેખર શિયાળામાં હોય છે ફાયદાકારક?
ત્રણેક દિવસ અગાઉની આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસે હવે CCTV વીડિયો આધારે તપાસ હાથ ધરી છે. CCTV વીડિયો મુજબ બે શખ્શો મોંઢા પર રુમાલ બાંધીને આવ્યા હતા અને બંને જણાએ સિફતાઈ પૂર્વક બાઈક ચોરી આચરી હતી. છેલ્લા કેટલાક સપ્તાહમાં બાઈક ચોરીનુ પ્રમાણ વધવાને લઈ લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. ટ્રાફિકની સમસ્યાથી પરેશાન લોકો રાત્રે તસ્કરોથી પરેશાન છે. આમ શહેરના કાંકણોલ રોડ, ગાયત્રી મંદિર રોડ, મહાકાળી મંદિર રોડ, સહકારી જીન વિસ્તાર, હડિયોલ રોડ, નવા રોડ, બેરણાં રોડ સહિતના રહેણાંક વિસ્તારોમાં લોકોમાં તસ્કરોને લઈ ફફડાટ વ્યાપી રહ્યો છે. તલોદમાંથી પણ બેટરીની ચોરી તસ્કરો ઉઠાવી ગયાની ઘટના પણ નોંધાઈ છે.