હવે ગુજરાત સ્થિત ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓ સીધી લિસ્ટિંગ થશે, વિદેશી રોકાણમાં વધારો થવાની શક્યતા

હવે ગુજરાત સ્થિત ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓ સીધી લિસ્ટિંગ થશે, વિદેશી રોકાણમાં વધારો થવાની શક્યતા

હવે ગુજરાત સ્થિત ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓ સીધી લિસ્ટિંગ થશે, વિદેશી રોકાણમાં વધારો થવાની શક્યતા

ભારત સરકારે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલેકે GIFT IFSCના ઈન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓ દ્વારા સિક્યોરિટીઝની સીધી લિસ્ટિંગને મંજૂરી આપી છે. આ પગલાંથી વિદેશી રોકાણ વધશે ભારતીય કંપનીઓ માટે પણ વિકાસની તકો ઉપલબ્ધ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે

નાણા મંત્રાલયે મંજૂરી આપી

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ગયા વર્ષે 28 જુલાઈએ જાહેર કરાયેલ આ પહેલ ભારતીય મૂડી બજારમાં ઘણા સકારાત્મક ફેરફારો લાવશે.

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ (DEA), ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (નોન-ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) નિયમ 2019 માં સુધારો કર્યો છે. આ અંતર્ગત ઇન્ટરનેશનલ એક્સચેન્જ સ્કીમ પર ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) એ કંપની નિયમ 2024 ઈશ્યુ કર્યા છે. તે ભારતીય કંપનીઓને તેમના શેર ઇશ્યૂ કરવા અને પરવાનગી પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર લિસ્ટ કરવા માટે એક વ્યાપક નિયમનકારી માળખું પૂરું પાડે છે.

સેબી ટૂંક સમયમાં લિસ્ટેડ કંપનીઓ માટે નિયમો લાવશે

હાલમાં અનલિસ્ટેડ ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો પર તેમના શેરનું લિસ્ટિંગ કરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી ટૂંક સમયમાં લિસ્ટેડ કંપનીઓ માટે માર્ગદર્શિકા જારી કરી શકે છે.

ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ અને NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જને નવા નિયમો હેઠળ સ્ટોક એક્સચેન્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કંપનીઝ (સુધારા) અધિનિયમ 2020 એ ભારતમાં સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓની સિક્યોરિટીઝની સીધી લિસ્ટિંગ કરવા માટેનો સૌપ્રથમ પાયો નાખ્યો હતો. આ નિયમો ગયા વર્ષે 30 ઓક્ટોબરથી લાગુ થયા હતા.

સોલાર અને ટેક સ્ટાર્ટઅપ માટે વિશેષ લાભમળશે

આ વ્યૂહાત્મક પગલાથી ભારતીય મૂડી બજારને નવો આકાર મળવાની અપેક્ષા છે. આ ખાસ કરીને સોલાર અને ટેક સ્ટાર્ટઅપ્સને ભંડોળ મેળવવા માટે નવો માર્ગ પ્રદાન કરશે. એવો અંદાજ છે કે આનાથી ભારતીય કંપનીઓનું મૂલ્યાંકન વધશે અને તેઓ વૈશ્વિક ધોરણોની સમકક્ષ બની જશે. GIFT IFSC એ ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે. તે ભારતને વૈશ્વિક નાણાકીય તકો સાથે જોડતા મહત્વના સેતુ તરીકે કામ કરે છે.

આ પણ વાંચો : Euphoria Infotech India IPO ને રેકોર્ડ બ્રેક સબ્સ્ક્રિપશન મળ્યું, લિસ્ટિંગ સાથે રોકાણકારોને બમ્પર નફો મળવાના સંકેત

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *