
સુરત : લેબર કોન્ટ્રાકટર પર ફાયરિંગ કરનાર કોર્પોરેટર પુત્રની પોલીસે ધરપકડ કરી, જુઓ વિડીયો
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 6
સુરત : પાલના ભેસાણ ગામે ફાયરિંગ કરનાર કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ કોર્પોરેટરના પુત્ર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. પાલ પોલીસે એટ્રોસિટી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ઉલ્લખનીય છે કે લેબર કોન્ટ્રાકટર પર રિવોલ્વર તાકીને કોર્પોરેટરના પુત્રએ ફાયરિંગ કર્યાનો તેના પર આરોપ લાગ્યો હતો. કોર્પોરેટર અજીત પટેલના પુત્ર દિવ્યેશ પર ફાયરિંગનો આરોપ લાગ્યો છે જોકે પુત્રના બચાવમાં આવેલા રાજકીય અગ્રણીએ મવી રિવોલ્વર ચેક કરતીવેળા ઘટના અકસ્માતે બની હોવાનો બચાવ કર્યો હતો.
બિલ્ડીંગ બાંધકામની પરવાનગીની લઈ વિવાદ બાદ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજકીય આગેવાનના પુત્રએ અહીં દેખાડ્યો હતો. પોલીસે દિવ્યેશ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો