
સુરત : બારડોલીમાં ભાજપના નેતા સામે મહિલાની સતામણીનો આક્ષેપ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
- GujaratOthers
- November 2, 2023
- No Comment
- 14
સુરત : બારડોલીમાં ભાજપના નેતા સામે મહિલાની સતામણીનો આક્ષેપ થતા ચકચાર મચી જવા પામી છે. બારડોલી ભાજપના કોષાધ્યક્ષ કૌશલ પટેલ સામે આ મામલાને લઈ ગુનો નોંધાયો છે. પોલીસે ભાજપ અગ્રણી સામે કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી છે તો બીજી તરફ ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ રોષ છે.
કૌશલ પટેલ વારંવાર મહિલાની સતામણી કરતા હોવાના આક્ષેપ થયા છે. લારી મૂકવા જેવી સામાન્ય બાબતે મહિલાઓને ધાક-ધમકી આપી હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઘટનાને લઈ પીડિત મહિલા અને તેના પરિવારજનોએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કૌશલ પટેલને પોલીસ મથકે બોલાવાતા તે નશાની હાલતમાં જણાયો હતો. પોલીસે સરકારી દવાખાનામાં કૌશલ પટેલનું મેડિકલ ચેકઅપ કરાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધ્યો ગુનો હતો.