
સુરત :દિવ્યાંગ બાળકો બન્યા આત્મનિર્ભર, દિવાળીના ઝગમગાટમાં મોટું યોગદાન આપશે, જુઓ વિડીયો
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 12
સુરત : દિવાળી એ રોશની અને ખુશીઓનો તહેવાર છે. આ તહેવાર અગિયારશથી ઉજવાય છે જેમાં ધનતેરસ એટલે કે કારતક મહિનાની ત્રયોદશી તિથિથી તહેવારનું મહત્વ શરૂ થાય છે અને આ તહેવાર અમાવસ્યા પૂર્ણ થાય ત્યાં સુધી ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન ત દીવો પ્રગટાવવાની પ્રથા છે. ચાઇનીસ લાઈટના સમયમાં પણ હજુ દિવા પ્રક્ટાવવની પ્રથા યથાવત છે.
સુરતમાં પરંપરાંને જાળવી રાખવા અને પોતાના તરફ લાચારીનો ભાવ પ્રકટ કરનારને દિવ્યાંગ બાળકોએ જવાબ આપ્યો છે.હિન્દુ મહોત્સવ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગ બાળકો વૈદિક દીવડા બનાવી રહ્યા છે.ખાસ દિવ્યાંગ બાળકો પગભર થાય અને તેઓ આત્મ નિર્ભર બને તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. રામનગર ખાતે આવેલ એક દિવ્યાંગ શાળામાં આ દીવાઓ બનાવવામાં આવી રહ્યા છે.