સુરતમાં ચોર ગેંગને વ્યસનની લત પડી મોંઘી, પેટ્રોલ ચોરી દરમ્યાન સળગાવી સિગારેટ અને બાદમાં જે થયું તે જોવા જેવુ

સુરતમાં ચોર ગેંગને વ્યસનની લત પડી મોંઘી, પેટ્રોલ ચોરી દરમ્યાન સળગાવી સિગારેટ અને બાદમાં જે થયું તે જોવા જેવુ

સુરતમાં ચોર ગેંગને વ્યસનની લત પડી મોંઘી, પેટ્રોલ ચોરી દરમ્યાન સળગાવી સિગારેટ અને બાદમાં જે થયું તે જોવા જેવુ

સુરતના ઊંધના વિસ્તારમાં આવેલા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં  13મી નવેમ્બરે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા 16 જેટલા વાહનો આગમાં ભડથું થઈ ગયા ફક્ત વાહનો જ નહીં પરંતુ પાર્કિંગમાં લાગેલા 20 જેટલા વીજ મીટર પણ બળીને ખાક થઈ ગયા.

જ્યારે એપાર્ટમેન્ટના રહીશો સવારે ઉઠ્યા ત્યારે સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો તો એવું લાગ્યું કે પાર્કિંગમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેના કારણે વાહનો અને મીટર આગમાં સળગી ગયા છે. જોકે સમગ્ર મામલે પોલીસને ખ્યાલ આવતા તેણે પણ તપાસ હાથ ધરી હતી.

પલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા હતા. જેમાં મોડી રાતના અમુક લોકોની શંકાસ્પદ રીતે અવરજવર સામે આવતા પોલીસે મામલો ગંભીર ગણી વધુ તપાસ હાથ ધરતા ચોકાવનારી હકીકતો સામે આવી છે.

સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરતાં સામે આવ્યું કે ઊંધના વિસ્તારમાં પેટ્રોલ ચોરી કરતી ટુકડી સક્રિય થઈ હતી અને આ ટુકડી દ્વારા અક્ષયકુંજ એપાર્ટમેન્ટમાં પણ રાત્રિના સમયે પેટ્રોલ ચોરી કરવા આવ્યા હતા. જોકે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલા વાહનોમાંથી જ્યારે આ ગેંગ પેટ્રોલ ચોરી કરતી હતી તે દરમિયાન ગેંગના બે સભ્યોએ ત્યાં સિગારેટ પીધી હતી અને જેની સળગતી માચીસની દીવાસળી નીચે ફેંકી હતી.

જેથી નીચે પડેલા પેટ્રોલનાં ટીપાંમાં આ દીવાસળી પડતા આગ લાગી હતી. જે આગમાં 16 જેટલા વાહનો અને 20 જેટલી મીટર પેટીઓ સળગી ગઈ હતી જેને લઈને જ આ ત્રણેય પેટ્રોલ ચોર ત્યાંથી તાત્કાલિક નાસી છૂટ્યા હતા. જે મામલાની તપાસ કરતા પોલીસે આયુષ કુશવાહા, પૂર્વીશ પટેલ અને એક સગીર આરોપીની ધરપકડ કરી છે.

ત્રણેય આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અગાઉ પણ પેટ્રોલ ચોરી અને મોબાઈલ ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, જે મામલે તેઓ પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે.

આ પણ વાંચો : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો, હજુ વધશે પ્રમાણ, 5 દિવસ બાદ વરસાદની આગાહી

હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ પેટ્રોલ ચોર ગેંગમાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ આ રીતે ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *