સુરતના રાંદેર અડાજણ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા સાંસદે મનપા કમિશનરને લખ્યો પત્ર
- GujaratOthers
- October 10, 2024
- No Comment
- 10
સાંસદ મુકેશ દલાલએ મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે 1966 પહેલા સુરતમાં રાંદેર-અડાજણ સાથે જોડતો એક માત્ર બ્રિજ હોપપુલ હતો. ત્યાર બાદ શહેરનો વિકાસ થતા તેની જ બાજુમાં 1966માં એક નવો બ્રિજ રૂપિયા 69 કરોડના ખર્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, સદર બ્રિજ બન્યા બાદ જુનો હોપપુલ પબ્લીક અવર-જવર માટે બંધ કરી દેવાતા તે માત્ર ઐતિહાસિક પુલ બની ગયો હતો. 2015માં આ બ્રિજની બાજુમાં રૂપિયા 70 કરોડના ખર્ચે એક નવો બ્રિજ સુરતની જનતાને અર્પણ કરવામાં આવ્યો હતો.
સાંસદે લખેલો પત્ર
હાલ આ બ્રિજ ઉપર અડાજણ તરફથી ચોક તરફ આવતા બ્રિજ ઉપર ડાબા હાથ પર જે પાળી બનાવી છે તે અડાજણ નાકાથી ચોક છેડા સુધી સળંગ ઘણી બધી જગ્યાઓએ અત્યંત જર્જરીત અને જોખમી હાલતમાં દેખાય છે. પાળીના ટોપ પર નીચે તરફ સળીયાઓ દેખાતા થઈ છે. ઉપરાંત પાળીના નીચેના ભાગમાં ઘણી બધી જગ્યાઓએ નાના મોટા બાકોરા પડી ગયા છે. કેટલાક બાકોરા તો એટલા મોટા છે કે આખોને આખો બાળક અથવા માણસ પણ નદીમાં પડી જઈ શકે છે. આ બ્રિજ ઉપર સુરતીઓ રાત્રીના સમયે ચાલવા માટે અથવા બાળકો સાથે ફરવા માટે આવતા હોય છે.
આ ખુબ નાજુક અને જોખમી સ્થિતિ છે જે મેં જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે. તો તેનું બને એટલી ત્વારીતત્તાથી અધિકારીઓ પાસે સ્થળ નિરીક્ષણ કરાવી કોઈ જાનહાની થાય તે પહેલા તાકીદે રીપેરીંગ કરાવી દેવા માટે મારી ખાસ ભલામણ છે.