સારા અલી ખાને પોતાની સરનેમ વિવાદને લઈ આપ્યો ટ્રોલર્સને વળતો જવાબ, કહ્યું ‘મારે માફી માગવાની કોઈ જરૂર નહીં’

સારા અલી ખાને પોતાની સરનેમ વિવાદને લઈ આપ્યો ટ્રોલર્સને વળતો જવાબ, કહ્યું ‘મારે માફી માગવાની કોઈ જરૂર નહીં’

સારા અલી ખાને પોતાની સરનેમ વિવાદને લઈ આપ્યો ટ્રોલર્સને વળતો જવાબ, કહ્યું ‘મારે માફી માગવાની કોઈ જરૂર નહીં’

સારા અલી ખાન એક સેક્યુલર ફેમિલીમાં જન્મી છે. તેમની માતા અમૃતાસિંહ અને પિતા સૈફ અલી ખાનના તલાક થઈ ચૂક્યા છે પણ સારા અલી ખાન બંનેની સાથે સમય પસાર કરતી જોવા મળે છે. સારા અલી ખાન તેના પિતાની સરનેમ લગાવે છે અને પોતાની માતાની સાથે રહે છે. સારાને ઘણી વખત મંદિરોના દર્શન કરતી જોઈ શકાય છે. આ વાતને લઈ ઘણી વખત સારા અલી ખાન ટ્રોલ થઈ ચૂકી છે. હવે તેને પોતાની સરનેમને લઈ ખુલીને વાત કરી અને કહ્યું કે તેને આ બધી વાતથી કોઈ ફરક પડતો નથી.

સારાએ કહ્યું મારો જન્મ એક સેક્યુલર ફેમિલીમાં થયો હતો. મને કારણ વગર બોલવુ પસંદ નથી. જે ખોટું છે તેની સામે અવાજ ઉઠાવવાની તાકાત મારી અંદર છે. માત્ર મારી સાથે જ નહીં પણ મારી આસપાસ પણ કોની સાથે ખોટુ થશે તો હું તેની સાથે ઉભી રહીશ. તેની સાથે જ સારાએ કહ્યું કે લોકોને તેનું કામ પસંદ આવી રહ્યું છે. જો ના આવતું તો તેમને પરેશાની થતી. બાકી તેને કોઈ ફરક નથી પડતો. તેને પોતાની સરનેમ પર કહ્યું મારી ધાર્મિક આસ્થા, હું શું ખાવું છું, હું એરપોર્ટ પર કેવી રીતે જઉં છું, આ બધા જ મારા નિર્ણય છે. મારે તેના માટે કોઈને કઈ કહેવાની કે માફી માગવાની કોઈ જરૂર નથી.

આગામી આ ફિલ્મમાં જોવા મળશે સારા અલી ખાન

સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તાજેત્તરમાં જ નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી ફિલ્મ ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી. તેની સાથે જ હવે તે જલ્દી જ ‘એ વતન મેરે વતન’માં નજર આવશે. તે સિવાય સારા અલી ખાન લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેનો બર્ન માર્ક્સ પણ જોવા મળ્યો હતો, તે તસ્વીરો જોઈને લોકોએ તેની હિંમતના વખાણ કર્યા હતા.

Related post

કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય તો પણ ગ્રેચ્યુઈટીનો હકદાર છે, જાણો શું છે નિયમ

કર્મચારીએ કંપનીમાં 5 વર્ષની સેવા પૂરી ન કરી હોય…

કર્મચારીને નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટી(Gratuity) તરીકે મોટું ફંડ મળે છે. જો કોઈ ખાનગી કર્મચારી કોઈપણ કારણોસર નોકરીમાંથી રાજીનામું આપે તો પણ તેને…
યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો થઇ ડાયવર્ટ, ઘરેથી નીકળતા પહેલાં ચેક કરી લો

યાત્રીગણ કૃપયા ધ્યાન દે ! ગાંધીનગર-અમદાવાદથી જતી આ ટ્રેનો…

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મહેસાણા-પાલનપુર સેક્શનના ઉમરદશી સ્ટેશન પર ડબલિંગના કામના સંબંધમાં એન્જિનિયરિંગના કામ માટેના બ્લોકને કારણે અમદાવાદ-યોગ નગરી ઋષિકેશ…
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી પર ક્ષત્રિયો મક્કમ, જુઓ Video

ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠક રહી નિષ્ફળ, રૂપાલાની…

પરશોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનના પગલે છેલ્લા 22-23 દિવસથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ સતત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *