સાયબર ફ્રોડમાં સંડોવાયેલી 52 સંસ્થાઓ બ્લેકલિસ્ટ, 1.86 લાખ મોબાઈલ ફોન બ્લોક

સાયબર ફ્રોડમાં સંડોવાયેલી 52 સંસ્થાઓ બ્લેકલિસ્ટ, 1.86 લાખ મોબાઈલ ફોન બ્લોક

સાયબર ફ્રોડમાં સંડોવાયેલી 52 સંસ્થાઓ બ્લેકલિસ્ટ, 1.86 લાખ મોબાઈલ ફોન બ્લોક

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે. લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવા માટે SMS મોકલવામાં સામેલ 52 મોટી સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. 700 SMS સામગ્રી ટેમ્પલેટ બંધ કરવામાં આવ્યા છે. 348 મોબાઈલ હેન્ડસેટ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. ચકાસણી માટે 10 હજાર 834 શંકાસ્પદ મોબાઈલ નંબર અલગ તારવવામાં આવ્યા હતા, જેમાંથી 8272 કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ અને છેતરપિંડીમાં સંડોવણીના મામલામાં સમગ્ર દેશમાં 1.86 લાખ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરી દેવામાં આવ્યા છે.

NCRPના ટૂંકા નામે ઓળખાતા નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર સાયબર ફ્રોડની મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાઈ રહી છે. આવા કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે, જેમાં છેતરપિંડી કરનારાઓ પોલીસ ઓફિસર, સીબીઆઈ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ, રિઝર્વ બેંક, ઇડી અને અન્ય એજન્સીઓ બતાવીને લોકોને આસાન શિકાર બનાવી રહ્યા છે.

આ છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે પીડિતને ફોન કરે છે અને કહે છે કે તેમણે ગેરકાયદે સામાન, દવાઓ, નકલી પાસપોર્ટ અથવા કોઈપણ પ્રતિબંધિત વસ્તુ ધરાવતું પાર્સલ મોકલ્યું છે અથવા મેળવ્યું છે.

આ રીતે તેઓ છેતરપિંડી આચરે છે

આ પછી તેઓ કેસના સમાધાન માટે પૈસાની માંગ કરે છે. કેટલાક કિસ્સાઓમાં, પીડિતોને ડિજિટલ ધરપકડનો સામનો કરવો પડે છે. પીડિતને તેમની માંગણીઓ પૂરી ના થાય ત્યાં સુધી સ્કાયપે અથવા અન્ય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ પર રહેવાની ફરજ પાડવામાં આવે છે. આ પ્રકારે છેતરપિંડી કરનારાઓ પોલીસ સ્ટેશનો અને સરકારી કચેરીઓ જેવી જ સ્ટુડિયોમાં બનાવે છે અને તેનો ઉપયોગ ફોન કરતા સમયે બેક ગ્રાઉન્ડમાં કરે છે. વાસ્તવિક દેખાવા માટે યુનિફોર્મ પહેરે છે.

1,000 થી વધુ Skype ID ને બ્લોક કરાઈ

આવા ગુનેગારોની જાળમાં ફસાઈને દેશભરમાં અનેક પીડિતોએ મોટી રકમ ગુમાવી છે. આ એક સંગઠિત ઓનલાઈન આર્થિક અપરાધ છે. તે ક્રોસ બોર્ડર ક્રિમિનલ સિન્ડિકેટ દ્વારા સંચાલિત હોવાનું માનવામાં આવે છે. I4C (ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર) એ માઇક્રોસોફ્ટના સહયોગથી આવી પ્રવૃત્તિઓમાં સામેલ 1,000 થી વધુ Skype ID ને પણ બ્લોક કરી દીધા છે. તે છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સિમ કાર્ડ્સ, મોબાઇલ ઉપકરણો અને બનાવટી એકાઉન્ટ્સને બ્લોક કરવામાં પણ મદદ કરે છે.

Related post

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા માંગતો? મળી ગયો જવાબ

VVS લક્ષ્મણ ટીમ ઈન્ડિયાનો હેડ કોચ કેમ નથી બનવા…

કોણ બનશે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ? આ પોસ્ટ માટે કોણ અરજી કરશે? ભારતીય ક્રિકેટ ચાહકોને આ સવાલનો જવાબ ટૂંક સમયમાં મળી…
શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની પત્રકારે સુરેશ રૈનાને ચીડવ્યો, આપ્યો જડબાતોડ જવાબ

શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપનો એમ્બેસેડર બનાવ્યા બાદ પાકિસ્તાની…

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે અને તે પહેલા ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને મોટું સન્માન…
IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર, આ મોટી જવાબદારી સોંપવામાં આવી

IPLમાંથી નિવૃત્ત થતાં જ દિનેશ કાર્તિકને મળ્યા સારા સમાચાર,…

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. બંને વચ્ચે માત્ર એટલો જ તફાવત છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *