સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા પર શોએબ મલિકે તોડ્યું મૌન ! ત્રીજા લગ્ન બાદ આપી પહેલી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા પર શોએબ મલિકે તોડ્યું મૌન ! ત્રીજા લગ્ન બાદ આપી પહેલી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા પર શોએબ મલિકે તોડ્યું મૌન ! ત્રીજા લગ્ન બાદ આપી પહેલી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને આ દિવસોમાં તેના દેશ પાકિસ્તાન અને ભારતથી પણ ઘણી નફરત મળી રહી છે. શોએબ મલિકે અચાનક જ સના જાવેદ સાથેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાથી છૂટાછેડાને લઈને શોએબ મલિકને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શોએબ પર સાનિયાને છેતરવાનો અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. જેનો શોએબે હજુ સુધી કોઈ સીધો જવાબ આપ્યો નથી. જોકે, હવે તાજેતરમાં શોએબ એક પોડકાસ્ટ માટે જોવા મળ્યો છે. ત્યારે પહેલી વાર તેણે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ત્રીજા લગ્ન બાદ શોએબ મલિકની પહેલી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે બે દિવસ અગાઉ પોસ્ટ થયેલા પાકિસ્તાની પોડકાસ્ટમાં શોએબ મલિક જોવા મળ્યો હતો. જ્યાં તેના ત્રીજા લગ્ન પર બોલતા તે સીધી ટ્રોલર્સને નિશાન બનાવી રહ્યો હોય તેમ જોવા મળી રહ્યુ છે. સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા અને સના જાવેદ સાથેના લગ્ન બાદ હવે શોએબ મલેકનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. શોએબ મલિક આ પોડકાસ્ટ પહેલા તેની જર્નીની વાત કરે છે ત્યાર બાદ તેના ત્રીજા લગ્ન પર સવાલ ઉઠતા તે સીધે સીધા લોકો તરફ નિશાન સાંધી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AK BUZZ (@akbuzzofficial)

(video credit – akbuzzofficial) 

જે દિલ કહે તે જ કરો ..

હાલમાં જ એક પોડકાસ્ટ દરમિયાન શોએબ મલિકે કહ્યું હતું કે, ‘વ્યક્તિએ જે કરવું જોઈએ તે કરવું જોઈએ જે તેનું દિલ કહે, લોકો શું કહેશે તે વિશે વિચારવું જોઈએ નહીં. કારણ કે તમે કંઈ ન કરો તો પણ લોકો કંઈક કહેશે. જો તમને 10 વર્ષે તે ખબર પડે તો 10 વર્ષે કરો અને 20 વર્ષે ખબર પડે તો 20 વર્ષે કરો. જો ઘણા વર્ષો પછી પણ સમજાય તો કરજો. એ ન વિચારો કે લોકો શું કહેશે.’ સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે શોએબનું આ નિવેદન ટ્રોલર્સને સીધો નિશાન બનાવી રહ્યું છે તેમજ તે તેના ત્રીજા લગ્ન પર આ અંગે ખુલીને વાત કરવા માંગતો ન હોય તેમ પણ જણાય રહ્યું છે.

 શોએબ શનાનું 3 વર્ષથી અફેર

તમને જણાવી દઈએ તો શોએબ મલિકનું શના જાવેદ સાથે છેલ્લા 3 વર્ષથી અફેર ચાલી રહ્યું હતુ અને બન્ને રિલેશનશિપમાં હતા. આથી તે સાનિયા મલેકને તે છેલ્લા 3 વર્ષથી છેતરી રહ્યો હતો અને આ જ કારણે સાનિયાએ શોએબથી અલગ થવાનો નિર્ણય લીધો અને તે બાદ શોએબે શના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા

Related post

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને અંતિમ બોલ પર હરાવ્યું

WPL 2024ની ધમાકેદાર શરૂઆત, ભારે રોમાંચક મેચમાં મુંબઈએ દિલ્હીને…

WPL 2024ની આનથી વધુ સારી શરૂઆત બીજી ના હોય શકે. પહેલી જ મેચમાં મુકાબલો અંતિમ બોલ સીધું પહોંચ્યો અને અંતિમ બોલ…
રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ, પીએમ મોદી 250 બેડની IPD હોસ્પિટલનું કરશે લોકાર્પણ

રાજકોટ: રાજ્યની સૌપ્રથમ AIIMSમાં 26મીએ IPD સેવાનો થશે પ્રારંભ,…

રાજ્યની પ્રથમ AIIMS રાજકોટમાં નિર્માણ પામી રહી છે. જેમાં બે વર્ષથી કાર્યરત OPD સેવા બાદ હવે IPD સેવા પણ આગામી 26…
5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો આ 4 કારણોથી થયા મજબુર- ચાર મુુદ્દામાં સમજીએ સમીકરણ

5 રાજ્યમાં તાબડતોબ ગઠબંધન માટે કોંગ્રેસ અને અન્ય દળો…

કોંગ્રેસ માટે આ સપ્તાહ સારુ રહ્યુ તેવુ કહીએ તો કંઈ ખોટુ નથી. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ 17 બેઠકો કોંગ્રેસને આપી ગઠબંધન કરવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *