
સવારે કે સાંજે, શું તમે પણ ખોટા સમયે નથી પીતા ને ચા ? જાણો યોગ્ય સમય
- GujaratOthers
- November 5, 2023
- No Comment
- 14

ભારતમાં એવું કહેવાય છે કે, એક ચાની ચુસ્કીમાં સંબંધો બંધાતા હોય છે કે પછી કોઈપણ ઝઘડાનું સમાધાન પણ થતું હોય છે. જો તમારે કોઈની સાથે વાત કરવી હોય તો એક કપ ચા સૌથી સરળ માધ્યમ બની જાય છે. ભારતમાં ચાના ચાહકો ઘણા છે, પરંતુ ચા પીવાના યોગ્ય સમય વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો યોગ્ય સમયે ચા પીવામાં આવે તો તેના નુકસાનથી બચી શકાય છે. જો તમે ખોટા સમયે ચા પીવો છો તો તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ભારતમાં મોટા ભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાની ચુસ્કીથી કરે છે. આમાંથી અમુક ટકા લોકો દિવસની શરૂઆત ગ્રીન ટીથી કરે છે, પરંતુ આપણામાંથી મોટાભાગના લોકોને ચા પીવાનો યોગ્ય સમય નથી ખબર. ખોટા સમયે ચા પીવાથી પાચન શક્તિ પર અસર પડે છે.
ખાલી પેટે ચા ન પીવી
મોટાભાગના લોકો જાગતાની સાથે જ ગરમ ચા પીવી છે, પરંતુ સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવી નુકસાનકારક હોઈ શકે છે. ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, ખાલી પેટ ચા પીવાથી બ્લડ શુગર લેવલ વધે છે. કેટલાક લોકો રાત્રે ચા પીવે છે. આવું કરવું પણ ખોટું છે, કારણ કે ચા તમારી ઊંઘ બગાડી શકે છે.
ચા પીવાનો યોગ્ય સમય કયો છે
ચાના શોખીન લોકોએ યોગ્ય સમયે ચા પીવી જોઈએ. ચા પીવાનો યોગ્ય સમય સવારે ઉઠ્યાના બે કલાક પછી અથવા નાસ્તો કર્યાના એક કલાક બાદનો છે. જો તમે યોગ્ય રીતે અને યોગ્ય સમયે ચા પીતા હોવ તો શરીરને પણ તેના ફાયદા મળે છે. જે લોકો સવારે બેડમાંથી ઉભા થઈને સીધા જ ચા પીવે છે, તેમણે પોતાની આદત બદલવી જોઈએ. સવારે ખાલી પેટ ચા પીવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
આ પણ વાંચો શું તમને ખબર છે? ઉકાળેલું દૂધ પીવાથી ફાયદાની સાથે થાય છે નુકસાન પણ, જાણો
ચાના ફાયદા
જો તમે સૂવાના 10 કલાક પહેલા ચા પીતા હોવ તો તમને સારી ઊંઘ આવે છે. ચા શરીરમાં આંતરિક સોજાની સમસ્યાને ઓછી કરે છે. ચા કોર્ટિસોલ હોર્મોન ઘટાડે છે, જે નકારાત્મકતા અને ઉદાસી ઘટાડે છે. કબજિયાતની સમસ્યામાં રાહત અપાવે છે. ચા તણાવને તમારા પર હાવી થવા દેતી નથી. ચાને વ્યસન ન બનાવું જોઈએ. જો તમે વ્યસન તરીકે વધુ પડતી ચા પીતા હોવ તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. પાચન અને ઊંઘની સમસ્યા થઈ શકે છે.
નોંધ : આ લેખ ફક્ત જાણકારી માટે છે. વધુ માહિતી માટે હંમેશા તમારા ડોક્ટરની સલાહ લો.