સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રુપિયા માફ કર્યા, પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર મોટો આરોપ, જુઓ-Video

સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રુપિયા માફ કર્યા, પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર મોટો આરોપ, જુઓ-Video

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના મોટા નેતા પ્રિયંકા ગાંધી હાલ ગુજરાતના વલસાડના ધરમપુરમાં જનસભા સંબોધિત કરી રહ્યા છે આ પ્રસંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે 45 વર્ષમાં બેરોજગારી આપડા દેશમાં સૌથી વધારે છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન એક નારો આપ્યો હતો કે એક તીર,એક કમાન, આદિવાસીઓ એક સમાન.

પ્રિયંકા ગાંધીના મોદી સરકાર પર આકરા પ્રહાર

પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યું હતુ કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. તેમણે કહ્યું કે ચપટી વગાડતા યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી કેમ દૂર નથી કરી રહી સરકાર? આ સાથે તેણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીને “મોંઘવારી મેન” ગણાવ્યા હતા. લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે બધે તરફથી મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા તેમણે કહ્યું કે સરકારીના મોટા મોટા દાવા કે અમે આ કરીશું પેલુ કરીશુ પણ કઈ થયું નથી. દેશમાં હાથરસ જેવા પણ કિસ્સા બન્યા.

સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કર્યા

મહિલાઓ પર આપેલુ આરક્ષણ નામ માત્ર છે કારણ કે આ 5 – 6 વર્ષ સુધી લાગુ જ નહી થાય. સરકારે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રુપિયા માફ કરી દીધા પણ ગરીબ માટે શું કર્યું? કોઈ રોજગાર નથી મોંઘવારી ઓછી નથી થઈ રહી. આજથી 5 વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ હશે અને આ છે મોદી સરકારના કામો. મેડલ જીતનારી મહિલાઓ સાથે ચા પીનાર મોદીજી કેમ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી જેવા મોટા સવાલ ઉભા કર્યા છે. આ સાથે પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી

દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે મિડીયા સાથે પણ મોદી સરકાર યોગ્ય કરી રહી નથી આ સાથે દેશના આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. અનાજ અને રાશન આપવો અને ગરીબોએ મેળવવો તેમનો અધિકાર છે પણ આ રાશનથી તમારા દિકરાનું ભવિષ્ય નહી બંધાય જેવા આકરા પ્રહાર કરીને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા છે.

 

Related post

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ, રાજકોટ આગની ઘટનામાં અત્યાર સુધી શું થયું, જુઓ ટાઈમ લાઈન

28 જિંદગી હોમાઈ, ગેમ ઝોનનો થયો નાશ, માલિકની ધરપકડ,…

ગુજરાતના રાજકોટનો ફન ઝોન થોડાં જ સમયમાં ડેડ ઝોનમાં ફેરવાઈ ગયો હતો. થોડીવારમાં આખો ગેમ ઝોન બળીને રાખ થઈ ગયો. લાકડા…
મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે બેરોજગારોને રોજગાર મળશે, કલા અને અભિનય ક્ષેત્રે જોડાયેલા લોકોને નોંધપાત્ર સફળતા મળશે

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, વ્યવસાયિક યાત્રા લાભદાયી સાબિત થશે

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *