સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે આ મોટી જાહેરાતો

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે આ મોટી જાહેરાતો

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટમાં કરી શકે છે આ મોટી જાહેરાતો

લોકસભા ચૂંટણી પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરશે. સરકાર બજેટમાં સમાજના તમામ વર્ગોને ખુશ કરવાના પ્રયાસ કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની સંખ્યા નોંધપાત્ર છે. સરકાર બજેટમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મહેરબાન થઈ શકે છે. તેઓની લાંબા સમયથી ચાલતી ઘણી માંગણીઓ પૂરી કરી શકે છે.

સરકાર ચૂંટણી પહેલા કર્મચારીઓની માગ સ્વીકારી શકે

સરકારી કર્મચારીઓ લાંબા સમયથી માગ કરી રહ્યા છે કે, સરકાર તેમના 18 મહિનાના મોંઘવારી ભથ્થા એટલે કે DA નું એરિયર જાહેર કરે. કોરોના સમયગાળા દરમિયાન સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના DA અને DRની ચુકવણી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ અંદાજે 18 મહિના સુધી ચાલુ રહ્યો હતો. તેથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી સરકાર પાસે તે રકમની ચૂકવણી જાહેર કરવાની માગ કરી રહ્યા છે. સરકાર ચૂંટણી પહેલા તેમની માગ સ્વીકારી શકે છે.

સેલેરી ફિટમેન્ટ ફેક્ટરની છે કરી રહ્યા છે માગ

આ ઉપરાંત સરકારી કર્મચારીઓ લાંબા સમયથી પગાર માળખામાં સુધારો કરવાની પણ માગ કરી રહ્યા છે. તેમના કહેવા મૂજબ સરકારે સેલરી ફિટમેન્ટ ફેક્ટર વધારવું જોઈએ. તેનાથી મિનિમમ બેઝિક સેલેરી 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે. બેઝિક સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફારને કારણે તેમના PF થી લઈને HRA માં ફેરફાર થશે.

આ પણ વાંચો : ITC એ કર્યો 5572 કરોડ રૂપિયાનો નફો, કંપનીએ એક શેર પર કરી 625% ના ડિવિડન્ડની જાહેરાત

8 મું પગાર પંચ આવશે?

સરકારી કર્મચારીઓની અન્ય એક માગ છે કે 8 માં પગાર પંચની રચના કરવામાં આવે અને તેની ભલામણો વહેલી તકે લાગુ કરવામાં આવે. હાલ દેશમાં સરકારી કર્મચારીઓનો પગાર 7 માં પગાર પંચ મુજબ નક્કી કરવામાં આવે છે, જે થોડા વર્ષો માટે જ બનાવવામાં આવ્યો હતો. હવે તેનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. તેથી સરકાર 8 માં પગાર પંચની રચના કરે તેવી અપેક્ષા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું અપમાન કરાવવા, એક રાતનું ભાડું છે 20 હજાર રૂપિયા

દુનિયાની એકમાત્ર એવી હોટલ જ્યાં લોકો આવે છે પોતાનું…

લોકો ઘણીવાર શાંતિની શોધમાં હોટલોમાં જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવી હોટલ છે જ્યાં જઈને લોકો…
શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી રીતે તીખાશ કરશો ઓછી

શાકમાં વધારે પડી ગયું છે મરચુ? તો જાણો કેવી…

રસોઈ બનાવતી વખતે ગમે તેટલી કાળજી લેવામાં આવે પણ કેટલીકવાર કેટલીક નાની નાની ભૂલો થઈ જ જાય છે જેના કારણે મન…
અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2 મેચ માટે કર્યો સસ્પેન્ડ

અમ્પાયર સામે દલીલ કરવી કેપ્ટનને ભારે પડી, આઈસીસીએ 2…

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શનિવારના રોજ શ્રીલંકાના કેપ્ટન વાનિંદુ હસરંગા પર 2 મેચ પર પ્રતિબંધ લગાવ્યો છે. શ્રીલંકાના ટી 20 કેપ્ટન વાનિંદુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *