
સત્તા, સુકાની અને શાન, સાથમાં હાથ અને હાથમાં સંગાથ, ભારતની તાકાત બતાવતો ફોટો વાયરલ
- GujaratOthers
- November 20, 2023
- No Comment
- 10
ફાઈનલ મેચમાં હાર બાદ વર્લ્ડ કપ એવોર્ડ સેરેમની પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી સીધા ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ડ્રેસિંગ રુમમાં પહોંચ્યા હતા.
દેશના કેપ્ટન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો હાથ પકડીને તમને આવનારા સમય માટે પ્રોત્સાહ આપ્યુ હતુ. આ ફોટો લગભગ લોકોને વર્ષો સુધી યાદ રહેશે.
આ ફોટોમાં વડાપ્રધાન મોદી સંદેશ આપતા જોવા મળે છે કે સત્તાનો સુકાની ‘હું’ પણ રમતના ‘રાજા’ તો તમે જ.
રાજકીય રેલીની જેમ વડાપ્રધાન મોદી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રુમમાં સ્પીચ આપતા જોવા મળ્યા હતા.
ગુજ્જુ ક્રિકેટર બુમરાહ સહિત ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ વડાપ્રધાન મોદીને મળીને વર્લ્ડ કપ ન જીતવાના ગમમાંથી બહાર આવીને સ્મિત કરતા જોવા મળ્યા હતા.
આ પહેલા વડાપ્રધાન મોદી, જાડેજા અને શમીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વડાપ્રધાન મોદી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડની પણ પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી, રાહુલ દ્રવિડની પીઠ ઠપઠપાવીને તેના મનનો બોજ ઓછો કરતા જોવા મળ્યા હતા.