
સચિનની 49 સદીની બરાબરી બાદ આ ODI રેકોર્ડ ભવિષ્યમાં તોડી શકે છે વિરાટ કોહલી
- GujaratOthers
- November 6, 2023
- No Comment
- 9
વનડેમાં 49મી સદી ફટકાર્યા બાદ હવે વિરાટ કોહલી વધુ એક સદી ફટકારી 50 વનડે સદી ફટકારનાર પહેલો ખેલાડી બની શકે છે અને સચિનના સૌથી વધુ વનડે સદીના રેકોર્ડને તોડી દેશે. આ રેકોર્ડ તે વર્લ્ડ કપમાં આગામી મેચમાં પણ કરી શકે છે.
વિરાટની ફોર્મ અને ફિટનેસને જોતા તે હજી ઘણું ક્રિકેટ રમી શકે છે, એવાં તે વનડેમાં સૌથી વધુ ફિફ્ટી 96 ફિફ્ટીના સચિનના રેકોર્ડને પણ તોડી શકે છે. વિરાટની વનડેમાં 70 અર્ધસદી સામેલ છે.
ODIમાં સૌથી વધુ રન બનાવવા મામલે સચિન ટોપ પર છે, તેના વનડેમાં 18,426 રન છે. હાલ વિરાટના વનડેમાં 13626 રન છે અને તે સચિનથી 4800 રન દૂર છે, જો વિરાટ ત્રણથી ચાર વર્ષ વનડે ફોર્મેટમાં રમે છે તો તે આ રેકોર્ડ પણ તોડી શકે છે.
ODIમાં સચિન તેંડુલકર 200 રન ફટકારનાર સૌપ્રથમ ખેલાડી છે. સચિન બાદ સેહવાગ અને રોહિત ડબલ સેન્ચુરી ફટકારી છે. વિરાટ આગામી મેચોમાં લાંબી ઇનિંગ રમી આ કલબમાં સામેલ થઈ શકે છે.
સચિન તેંડુલકરનો વનડેમાં હાઈએસ્ટ સ્કોર 200 નોટ આઉટ છે. આ રેકોર્ડને વિરાટ કોહલી ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ તોડી શકે છે અને હાઈએસ્ટ વનડે સ્કોર કરનાર ત્રીજો ભારતીય બની શકે છે.